News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેતા (Veteran actor) અરુણ બાલી(Arun Bali )નું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈ(Mumbai) માં સવારે 4:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને થોડા મહિના પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારના જણાવ્યા મુજબ, તેઓ ન્યૂરોમસ્ક્યુલર (Neuromuscular)નામની બીમારી સામે લડી રહ્યા હતા. જેના કારણે તેમને બોલવામાં મુશ્કેલી થતી હતી.
અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. ઘણા સેલેબ્સ અને ફેન્સે સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Leave a Reply