રામાનંદ સાગરની પ્રખ્યાત સિરીયલ રામાયણમાં રાજા દશરથના મહામંત્રી ‘આર્ય સુમંત’ની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેતા ચંદ્રશેખર વૈદ્યનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે.
મુંબઈમાં તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેમને કોઈ જ બીમારી નહતી ગત સપ્તાહે તેમને એક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચંદ્રશેખર 250થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા અને અને 90નાં દાયકાના પૂર્વાર્ધ સુધી તેમણે ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
ટૂંક સમય માટે, 1972-76 દરમિયાન તેમણે લેખક-દિગ્દર્શક ગુલઝારને પરિચય, કોશિશ, અચાનક, આંધી, ખુશ્બુ અને મૌસમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા હતા.
આ વ્યક્તિને કારણે કોકોકોલાના ૩૦ હજાર કરોડ ધોવાઈ ગયા; જાગ્યો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના