299
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી અને દિલીપ કુમાર સાહેબની બેગમ સાહિબા સાયરા બાનુની તબિયત લથડી છે.
77 વર્ષીય સાયરા બાનુને 3 દિવસ પહેલા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
સાથે જ તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી રહ્યું છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત 29 ઓગસ્ટ ના રોજ બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Join Our WhatsApp Community