હિન્દી સિનેમા માટે એક દુ:ખદ ઘટના બની છે. તબસ્સુમ ગોવિલ, જેઓ ભારતના પ્રથમ ટોક શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનને હોસ્ટ કરવા માટે જાણીતા હતા, તેઓનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. તબસ્સુમના લગ્ન રામાયણ સિરિયલ ફેમ અભિનેતા અરુણ ગોવિલના મોટા ભાઈ વિજય ગોવિલ સાથે થયા હતા. તેમને હોશાંગ ગોવિલ નામનો પુત્ર પણ છે.
તબસ્સુંગની ઉંમર 78 વર્ષની હતી. તેમજ તેઓને માત્ર બે મિનિટમાં એક પછી એક એમ બે હાર્ટ અટેક આવ્યા હતા. જેને કારણે તેમનું તત્કાળ મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તેમનો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન નામનો અઠવાડિક શો ભારત ભરમાં જાણીતો હતો.