News Continuous Bureau | Mumbai
Tanuja hospitalized: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તનુજા વિશે માઠા સમાચાર સામે આવ્યા છે. તનુજા ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. તનુજા ની ઉંમર 80 વર્ષ છે અભિનેત્રી ને ઉંમર સંબંધિત સમસ્યા ને કારણે તેને મુંબઈમાં જુહુ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. હાલ અભિનેત્રી ICUમાં છે.
તનુજા થઇ હોસ્પિટલ માં દાખલ
એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, 80 વર્ષીય અભિનેત્રી જુહુની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. રિપોર્ટ અનુસાર, ‘તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેણી સારી રીતે કરી રહી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી.’ તમને જણાવી દઈએ કે તનુજા નો જન્મ 23 સપ્ટેમ્બર 1943 માં થયો હતો. તનુજા એ વીતેલા જમાનાની અભિનેત્રી શોભના સમર્થ થી દીકરી છે તેમજ બોલિવૂડ સુપરસ્ટાર કાજોલ ની માતા છે.
તનુજા ની નાદુરસ્ત તબિયતની માહિતી મળતા જ ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે