News Continuous Bureau | Mumbai
MM Beg Death: હિન્દી સિનેમાના અનુભવી ફિલ્મમેકર એમ.એમ. બેગનું ૭૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના પબ્લિસિસ્ટ હની ઝવેરીએ આ દુખદ સમાચાર આપતા જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને એકલા રહેતા હતા. જ્યારે ૪-૫ દિવસ સુધી તેઓ ઘરની બહાર ન નીકળ્યા અને પડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો તો બેગ સાહેબનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તેમની પુત્રી શાહિંદા બેગને જાણ કરી હતી અને મોડી રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
એમ.એમ. બેગની ફિલ્મી સફર
એમ.એમ. બેગે પોતાના કરિયરની શરૂઆત જે. ઓમ પ્રકાશ, વિમલ કુમાર અને રાકેશ રોશન જેવા દિગ્ગજોના સહાયક તરીકે કરી હતી. તેઓ ગોવિંદાની હિટ ફિલ્મો જેવી કે ‘આદમી ખિલૌના હૈ’, ‘જૈસી કરની વૈસી ભરની’, ‘કર્ઝ ચુકાના હૈ’ અને અનિલ કપૂરની ‘કાલા બાઝાર’ તથા ‘કિશન કન્હૈયા’ જેવી ફિલ્મોના નિર્માણ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. એક દિગ્દર્શક તરીકે તેમણે નસીરુદ્દીન શાહની ‘માસૂમ ગવાહ’ (૧૯૯૦) અને શિલ્પા શિરોડકરની ‘છોટી બહૂ’ (૧૯૯૪) જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
હની ઝવેરીએ વધુમાં જણાવ્યું કે એમ.એમ. બેગના રાકેશ રોશન સાથે ખૂબ જ ગાઢ સંબંધો હતા. હૃતિક રોશને તેનીપ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યુ કર્યું તે પહેલા બેગ સાહેબે તેને ડાયલોગ ડિલિવરી, અવાજ પર નિયંત્રણ અને ઉચ્ચારણો સુધારવામાં ઘણી મદદ કરી હતી.રસપ્રદ વાત એ છે કે, ૧૯૮૦ના દાયકાની સૌથી લોકપ્રિય બાલ કલાકાર ‘બેબી ગુડ્ડુ’ (શાહિંદા બેગ) તેમની જ પુત્રી છે. બેબી ગુડ્ડુએ ‘આખિર ક્યોં?’, ‘નગીના’, ‘પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે’ અને ‘ઔલાદ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
