પ્રખ્યાત સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનુ નિધન થયું છે.
93 વર્ષીય સંગીતકાર ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે તેમણે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા.
તેઓ મંથન, ભૂમિકા, જાને ભી દો યારો, 36 ચૌરંગી લેન, દ્રોહકાલ જેવી ફિલ્મોમાં સંગીત આપી પ્રખ્યાત થયા હતા.
તેમને 1988 માં ટીવી પર રીલિઝ થયેલી ફિલ્મ તમસ માટે સર્વશ્રેષ્ઠ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
આ સિવાય, સર્જનાત્મક તેમજ પ્રયોગાત્મક સંગીત માટે 1989 માં તેમને સંગીત નાટક એકેડમી પુરસ્કારથી અને 2012 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં
