ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરૂવાર
અભિનેતા આસિફ શેખ એટલે કે કોમેડી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'ના વિભૂતિ નારાયણ મિશ્રાએ ટીવીની દુનિયામાં એક ઇતિહાસ રચ્યો છે. પોતાના શાનદાર અભિનયથી લોકોનું મનોરંજન કરનારા આસિફ શેખે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ટીવી જગતના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે.
'ભાભી જી ઘર પર હૈં' માં 300 અલગ અલગ પાત્રો ભજવવા બદલ આસિફ શેખને 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ'નો ખિતાબ મળ્યો છે. આસિફ શેખે પોતાની ઇન્સ્ટા પોસ્ટ દ્વારા પોતાના ચાહકોને આ માહિતી આપી છે. આસિફે પોસ્ટ કરતા જ લોકોએ તેને ઈન્સ્ટા પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, લોકો સતત કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આસિફ છેલ્લા 6 વર્ષથી સતત આ શો સાથે જોડાયેલા છે અને ચાહકોને હસાવવા માટે કોઈ કસર છોડતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે આજ સુધી લગભગ 125 ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સાચી ઓળખ તેમને 'ભાભીજી ઘર પર હૈં' થી મળી . વર્ષોથી ટીવી પર લોકોને હસાવતા ટીવી સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં' લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તમને જણાવી દઈએ કે, માત્ર વિભૂતિ નારાયણ મિશ્રા જ નહીં, પરંતુ શોનું દરેક પાત્ર ખાસ છે. દરેક પાત્રને કારણે આ શો સુપરહિટ છે એમ કહેવું ખોટું નહીં હોય.