ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ડિસેમ્બર 2021
સોમવાર
અંકિતા લોખંડેએ લગ્ન બાદ પોતાના પહેલા બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અંકિતા કેક કાપતી જાેવા મળી રહી છે. કેક પર મિસીસ જૈન લખેલું છે. આ સેલિબ્રેશનમાં વિકી સાથે તેનો પરિવાર પણ જાેવા મળી રહ્યો છે.
અંકિતાએ તાજેતરમાં જ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અંકિતાનો આ પહેલો જન્મદિવસ છે, જેને ખાસ બનાવવા માટે પતિ વિકી કોઈ કસર છોડી રહ્યા નથી. વિકીએ સોશિયલ મીડિયા પર અંકિતાને સ્પેશિયલ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિકી અને અંકિતા ૧૪ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીએ સનસેટમાં પોતાની અને અંકિતાની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યુ, હેપ્પી બર્થડે મિસીસ જૈન વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બંને એકબીજામાં ખોવાયેલા જાેવા મળે છે. વિકીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સ અને ચાહકો પણ અંકિતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.