News Continuous Bureau | Mumbai
Bigg boss 17 vicky jain: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો ને તેના ટોપ 5 સ્પર્ધક મળી ગયા છે. આ શો માં અંકિતા લોખંડે ની સાથે તેનો પતિ વિકી જૈન ભાગ લેવા આવ્યો હતો. આ શો થી વિકી જૈન ને ખુબ લોકપ્રિયતા મળી છે. હવે વિકી જૈન શો માંથી બહાર આવી ગયો છે. શો માંથી બહાર આવતા વિકી ને લઈને એક ચોંકવનરા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિકી ને ‘બિગ બોસ 17’માંથી સારી એવી રકમ મળી છે.
આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી, શો ના પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ
વિકી જૈન ને મળી કિંમત
મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી જૈનની ફી કથિત રીતે લગભગ 71,000 રૂપિયા પ્રતિ એપિસોડ હતી, જે વધીને પ્રતિ સપ્તાહ 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. બિગ બોસ ના ઘરમાં વિકી 101 દિવસ રહ્યો તો તે મુજબ વિકી એ આખી સિઝનમાં લગભગ 70 લાખ રૂપિયાની મોટી કમાણી કરી હશે. જો કે, આ સમાચાર અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.