Site icon

વિકી કૌશલે ’83’માં આ રોલ માટે આપ્યું હતું ઓડિશન, આ કારણે છોડી ફિલ્મ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા બાદ વિકી કૌશલ કામ પર પાછો ફર્યો છે. હનીમૂન પરથી પરત આવ્યા બાદ તેણે પોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું. આવનારા સમયમાં વિકી કૌશલ ઘણી ફિલ્મોમાં જોવા મળશે, જેમાંથી કેટલીકનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે વિકી કૌશલ પણ ફિલ્મ '83' માટે નો ભાગ બનવાનો હતો? તેણે કબીર ખાનની ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું?

એક ન્યૂઝ પોર્ટલ  ના અહેવાલ મુજબ, વિકી કૌશલે '83' માં મોહિન્દર અમરનાથના રોલ માટે ઓડિશન આપ્યું હતું. કબીર ખાન પણ ઈચ્છતો હતો કે વિક્કી કૌશલ આ રોલ કરે.એક સ્ત્રોતે મીડિયા ને જણાવ્યું હતું કે વિકીએ 'રાઝી'ની રિલીઝ પહેલા '83' માટે ઓડિશન આપ્યું હતું. જ્યારે 'રાઝી' હિટ થઈ, ત્યારે વિકી કૌશલે કબીર ખાનની ફિલ્મ છોડી દીધી કારણ કે તે સેકન્ડ લીડની ભૂમિકા ભજવવા માંગતા ન હતા. પરંતુ કબીર ખાને ઈચ્છા રાખી હતી કે વિકી કૌશલે મોહિન્દર અમરનાથની ભૂમિકા ભજવે.

વિકીએ ફિલ્મ છોડી દીધી તે પછી, કબીર ખાને અભિનેતા સાકિબ સલીમને મોહિન્દર અમરનાથના રોલ માટે સાઈન કર્યા. તમને જણાવી દઈએ કે 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં જ્યારે ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડિઝ સાથે મુકાબલો થયો ત્યારે મોહિન્દર અમરનાથે 26 રન બનાવવા સિવાય વેસ્ટ ઈન્ડિઝના ત્રણ મોટા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ત્યારબાદ મોહિન્દરને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.'83' 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં હાર્ડી સંધુ, પંકજ ત્રિપાઠી અને એમી વિર્ક સહિત ઘણા સ્ટાર્સ છે. પરંતુ 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ પહેલા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર 50 કરોડની કમાણી પણ કરી શકી નથી.

શું હવે આ કારણે રણવીર સિંહ ને ‘83’ ફિલ્મ ની બાકી ફી છોડવી પડશે; જાણો વિગત

વિકી કૌશલની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં સારા અલી ખાન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય તે 'ગોવિંદા મેરા નામ', 'સેમ બહાદુર', 'ધ ઈમ્મોર્ટલ અશ્વત્થામા', 'તખ્ત' અને 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં સામેલ છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version