News Continuous Bureau | Mumbai
Vicky kaushal sam bahadur: વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સેમ માણેકશાના જીવન પર આધારિત આ ફિલ્મની ઝલક જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા છે. મેઘના ગુલઝારની આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. વિકીના દરેક લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અગાઉ વિકી એ ઉરી માં આર્મી ઓફિસર ની ભૂમિકા ભજવી હતી.
સેમ બહાદુર નું ટીઝર
ફિલ્મ સેમ બહાદુર ના ટીઝર માં જોવા મળે છે કે કેવી રીતે સેમ માણેકશા પોતાની નોકરી, ભારતીય સેના પ્રત્યેનો તેમનો પ્રેમ અને તેમના દેશ માટે બધું જ છોડવા માટે તૈયાર હતા. આ ફિલ્મમાં 1971ના યુદ્ધને પણ દર્શાવવામાં આવશે જ્યાં તેણે મોરચાથી નેતૃત્વ કર્યું હતું અને જે બાંગ્લાદેશની રચના સાથે સમાપ્ત થયું હતું. તમને જણાવી દઈએ કે, સેમ માણેકશા દેશના મહાન લશ્કરી અધિકારીઓમાંના એક હતા. સેમે તેની ચાર દાયકાની આર્મી કારકિર્દીમાં પાંચ યુદ્ધો જોયા. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા અને 1971ના ભારત-પાક યુદ્ધમાં તેમની લશ્કરી જીતને કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું.
સેમ બહાદુર ની સ્ટારકાસ્ટ
ફિલ્મ સેમ બહાદુર માં વિકી કૌશલ ભારતીય સેનાના પૂર્વ વડા સેમ માણેકશા ની ભૂમિકામાં જોવા મળશે. જયારે સાન્યા મલ્હોત્રા એ વિકીની પત્ની એટલે કે સેમ માણેકશોની પત્ની સિલુની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ફાતિમા સના શેખ પણ મહત્વ ની ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મમાં નીરજ કબી અને મોહમ્મદ જીશાન અય્યુબ પણ જવાહરલાલ નેહરુ અને યાહ્યા ખાનની ભૂમિકામાં જોવા મળશે. સેમ બહાદુર 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન
