News Continuous Bureau | Mumbai
sam bahadur trailer: મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ સેમ બહાદુર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સેમ માણેકશાની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ માં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું, હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ દમદાર છે.
સેમ બહાદુર નું ટ્રેલર
ફિલ્મ સેમ બહાદુરના ટ્રેલરની ની શરૂઆત વિકીના દમદાર ડાયલોગથી થાય છે. ટ્રેલરમાં ફીલ્ડ માર્શલ સેમ માણેકશાની 40 વર્ષની લાંબી આર્મી કારકિર્દીને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં વિકીની એક્ટિંગ, જબરદસ્ત ડાયલોગ્સ અને એક્શન તમારું મનોરંજન કરશે. આ સિવાય ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાના પાત્રોની ઝલક પણ આ 2.43 મિનિટના ટ્રેલરમાં જોઈ શકાય છે.આખું ટ્રેલર અદ્ભુત છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સેમ માણેકશા, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી બન્યા.તેમણે તેમની કારકિર્દીની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં સેવા સાથે કરી હતી અને તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધોમાં ફેલાયેલી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી