Site icon

sam bahadur trailer:સેમ બહાદુર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, સેમ માણેકશા ના દમદાર લુક માં જોવા મળ્યો અભિનેતા

sam bahadur trailer: વિકી કૌશલ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ સેમ બહાદુર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ માં વિકી સેમ માણેકશા ના દમદાર રોલ માં જોવા મળશે.

vicky kaushal film sam bahadur trailer release

vicky kaushal film sam bahadur trailer release

News Continuous Bureau | Mumbai 

sam bahadur trailer:  મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ સેમ બહાદુર નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સેમ માણેકશાની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મ માં વિકી કૌશલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે.  તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું, હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ દમદાર છે.

Join Our WhatsApp Community

 

સેમ બહાદુર નું ટ્રેલર 

ફિલ્મ સેમ બહાદુરના ટ્રેલરની ની શરૂઆત વિકીના દમદાર ડાયલોગથી થાય છે. ટ્રેલરમાં ફીલ્ડ માર્શલ સેમ માણેકશાની 40 વર્ષની લાંબી આર્મી કારકિર્દીને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં વિકીની એક્ટિંગ, જબરદસ્ત ડાયલોગ્સ અને એક્શન તમારું મનોરંજન કરશે. આ સિવાય ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રાના પાત્રોની ઝલક પણ આ 2.43 મિનિટના ટ્રેલરમાં જોઈ શકાય છે.આખું ટ્રેલર અદ્ભુત છે.


તમને જણાવી દઈએ કે, સેમ માણેકશા, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી બન્યા.તેમણે તેમની કારકિર્દીની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં સેવા સાથે કરી હતી અને તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધોમાં ફેલાયેલી હતી.

આ સમાચાર પણ વાંચોઃ Tiger 3: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 એ તેના એડવાન્સ બુકીંગ માં મચાવી ધૂમ, અધધ આટલી ટિકિટ વેચી કરી કરોડોની કમાણી

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version