પહેચાન કૌન- શાહરૂખ ખાનની ડાબી બાજુ ઉભેલો આ બાળક આજે છે બોલિવૂડનો મોટો સ્ટાર-ઇન્ડસ્ટ્રી ની નંબર અભિનેત્રી નો છે તે પતિ  

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર લગભગ 21 વર્ષ જૂની છે અને શાહરૂખ ખાનની(Shah Rukh Khan) ફિલ્મ 'અશોકા'ના(Ashoka) સેટની છે. તેમાં કરીના કપૂર(Kareena Kapoor) પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ થ્રોબેક ફોટોમાં(throwback photo), શાહરૂખ ખાનની ડાબી બાજુએ એક બાળક દેખાય છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ બાળક આજે બોલિવૂડનો(Bollywood) નંબર વન એક્ટર છે અને તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની(Hindi film industry) નંબર વન એક્ટ્રેસ(Actress) સાથે લગ્ન કર્યા છે.

Join Our WhatsApp Community

જો તમે હજુ પણ આ બાળકને ઓળખી ના શક્યા હોય તો, અમે તમને જણાવીએ છીએ. આ બાળક બીજું કોઈ નહીં પણ તેજસ્વી અભિનેતા વિકી કૌશલનો(Vicky Kaushal) થ્રોબેક ફોટો છે. આ ફોટો તેના પિતા શામ કૌશલે(Sham Kaushal) સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શાહરૂખની જમણી બાજુએ વિકીનો ભાઈ(Vicky brother) અને અભિનેતા સની કૌશલ(Sunny Kaushal) પણ છે.આ તસવીરને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર પોસ્ટ કરતા વિકીના પિતા શામ કૌશલે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઈશ્વરની કૃપાથી આ તસવીર 2001માં ફિલ્મ સિટીમાં(Film City) અશોકાના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી. વિષ્ણુ વર્ધન આસિસ્ટન્ટ ડિરેક્ટર(Vishnu Vardhan Assistant Director) હતા અને વિકી ધોરણ 8માં ભણતો હતો. કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ વિકી ફિલ્મ લાઇનમાં જોડાશે અને ખાસ વાત એ છે કે વર્ષ 2022માં વિષ્ણુવર્ધન અને વિકી બંનેએ 'શેર શાહ'(SherShah) અને 'સરદાર ઉધમ' માટે બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ(Best Actor Award) જીત્યો હતો. નસીબ અને ભગવાનના આશીર્વાદ. વિષ્ણુ વર્ધન અને વિકી કૌશલ. રબ દી મહેર.

આ સમાચાર પણ વાંચો : કૌન બનેગા કરોડપતિ ના સ્ટેજ પર પત્ની જયાને વળગીને રડવા લાગ્યા અમિતાભ બચ્ચન – અભિષેકે સંભાળી હોટ સીટની કમાન

તમને જણાવી દઈએ  કે, વિકી કૌશલે વર્ષ 2012માં ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી(Gangs of Wasseypur) બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અનુરાગ કશ્યપના(Anurag Kashyap)  નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર(Assistant Director) તરીકે કામ કર્યું હતું. આ પછી તેણે 'લવ શુભ તે ચિકન ખુરાના' અને 'મસાન' જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેણે 'રમન રાઘવ 2.0', 'સંજુ' અને 'મનમર્ઝિયાં' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.આગામી ફિલ્મોની વાત કરીએ તો વિકી કૌશલ 'સામ બહાદુર'માં જોવા મળશે. આ સિવાય તે 'ગોવિંદા મેરા નામ'માં પણ જોવા મળશે. તેમાં કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર પણ છે.

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version