News Continuous Bureau | Mumbai
Vidhu vinod chopra: વિધુ વિનોદ ચોપરા ની 12 મી ફેલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન વિધુ વિનોદ ચોપરા એ એક ઇન્ટરવ્યૂ આપ્યો છે જેમાં તેને અમિતાભ બચ્ચન સાતેહ જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો.તેમને જણાવ્યું કે, જયારે તેમને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ એકલવ્ય કર્યા પછી બિગ બી ને રોલ્સ રોયસ ભેટમાં આપી હતી. આ પાછળ નું કારણ પણ વિધુ વિનોદ ચોપરા એ જણાવ્યું હતું.
વિધુ વિનોદ ચોપરા એ શેર કર્યો અમિતાભ બચ્ચન સાથે નો કિસ્સો
એક ઈન્ટરવ્યુમાં વિધુ વિનોદ ચોપરા એ જણાવ્યું કે, તેઓ સ્ટાર્સ સાથે કામ કરી શકતા નથી. તેણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ એકલવ્યમાં કામ કર્યું હતું. તેમને આ ઘટના ને યાદ કરતા જણાવ્યું કે, ‘અમિતાભ બચ્ચન 35 દિવસના શૂટિંગ શેડ્યૂલ છતાં તેઓ માત્ર એક સૂટકેસ સાથે આવ્યા હતા.’ આ વિશે પૂછવા પર વિદીહુ વોનોદ ચોપરા એ જણાવ્યું કે, ‘જયા બચ્ચને એક અઠવાડિયાથી વધુ સમય સુધી મને કહ્યું હતું કે તમે વિનોદને સહન નહીં કરી શકો.’ આ ઉપરાંત દિગ્દર્શકે જણાવ્યું કે,’બિગ બી અને તેઓ લડ્યા હતા, પરંતુ અભિનેતા આખા શૂટ દરમિયાન રોકાયા હતા. તેમને મને સહન કર્યો અને આખી ફિલ્મ કરી. તેની મારે ભારે કિંમત ચૂકવવી પડી કારણકે મેં તેમને 4-4.5 કરોડ રૂપિયાની રોલ્સ રોયલ કાર ભેટમાં આપી હતી. રસપ્રદ વાત એ છે કે, બિગ બીએ તે રોલ્સ રોયસ ફેન્ટમને 2019માં વેચી દીધી હતી.’
આ સમાચાર પણ વાંચોઃ Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા
તમને જણાવી દઈએ કે, એકલવ્ય ધ રોયલ ગાર્ડ એ વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત અને સહ-લેખિત એક્શન ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, સંજય દત્ત, વિદ્યા બાલન, રાયમા સેન, જેકી શ્રોફ, જીમી શેરગિલ અને બોમન ઈરાની મહત્વની ભૂમિકામાં હતા.