News Continuous Bureau | Mumbai
Vidya balan: વિદ્યા બાલન ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં મંજૂલિકા બનીને પાછી આવી રહી છે. વિદ્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર તેના ફોટા, વિડીયો, રિલ્સ વગેરે શેર કરતી રહે છે. દરમિયાન, હવે વિદ્યા બાલનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લઈને એક અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં વિદ્યા બાલન ના નામ નું એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. આ ઉપરાંત આ નકલી એકાઉન્ટ પરથી લોકો ને છેતરવામાં આવી રહ્યા છે. આ મામલા ને ગંભીરતા થી લેતા વિદ્યા બાલને મુંબઈ ના ખાર પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Divya agarwal: દિવ્યા અગ્રવાલ ના હાથમાં રચી અપૂર્વ ના નામ ની મહેંદી, પીળા સૂટ માં સુંદર જોવા મળી અભિનેત્રી
વિદ્યા બાલને નોંધાવી એફઆઈઆર
વિદ્યા બાલને મુંબઈ પોલીસમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યા બાલન ના નામે નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી અને જીમેલ એકાઉન્ટ બનાવીને તે વ્યક્તિ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતો હતો અને નોકરીની ખાતરી આપીને તેમની પાસેથી પૈસાની માંગ કરતો હતો. અને જ્યારે વિદ્યા બાલનને આ વાતની જાણ થઈ તો તેણે તરત જ આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી.વિદ્યા બાલનની ફરિયાદના આધારે, ખાર પોલીસ સ્ટેશને ITની કલમ 66 (C) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે અને તપાસ શરૂ કરી છે.