Site icon

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પર ચઢ્યો અનુપમા નો રંગ -શો ના ફેમસ ડાયલોગ પર એક્સપ્રેશન આપતો વિડીયો કર્યો શેર-જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વિદ્યા બાલન છેલ્લે શેફાલી શાહ સાથે ફિલ્મ ‘જલસા’માં જોવા મળી હતી. આ મર્ડર મિસ્ટ્રી (murder mistry)ફિલ્મમાં તે પત્રકારની(journalist) ભૂમિકામાં જોવા મળી હતી. હવે અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ટેલિવિઝન શો ‘અનુપમા’ના(Anupama dialog) લોકપ્રિય ડાયલોગ 'આપકો ક્યા' પર એક્સપ્રેશન આપતી જોવા મળે છે. 

Join Our WhatsApp Community

રૂપાલી ગાંગુલી ટેલિવિઝન શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકામાં છે. આ શો ટીઆરપીની રેસમાં(TRP race) સૌથી આગળ છે. શોના ડાયલોગ્સથી લઈને સીન સુધી, દર્શકોને દરેક વસ્તુ ખૂબ પસંદ આવે છે. આ દિવસોમાં ઘણા સેલેબ્સ શોના ડાયલોગ 'આપકો ક્યા' પર રીલ વીડિયો(reel) બનાવી રહ્યા છે. તેમાં વિદ્યા બાલનનું નામ પણ જોડાયું છે. તેણે બાથટબમાં બેસીને આ વીડિયો બનાવ્યો હતો.વીડિયોમાં, વિદ્યા બાલન લિપસિંક (lipsik)પર ડાયલોગ  'આપકો ક્યા'  પર એક્સપ્રેશન(expression) આપતી જોવા મળે છે. અભિનેત્રીએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, બોલો, બોલો. યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ટીમ ઈન્ડિયાના અંગ્રેજી બોલવા અંગે ટ્વીટ કરીને ફસાયા તારક મહેતાના નિર્માતા અસિત મોદી- ક્રિકેટ ચાહકોએ લઈ લીધા આડે હાથ- આપ્યા આવા જવાબ

વિદ્યા બાલનને તેની ફિલ્મી કરિયરનો પહેલો બ્રેક ફિલ્મ ‘પરિણીતા’(Parinita)માં મળ્યો હતો. વિવેચકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પરંતુ આ ફિલ્મમાં વિદ્યાનો અભિનય ક્રિટિક્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. તે ‘ડર્ટી પિક્ચર’, ‘દેઢ ઇશ્કિયા’, ‘ભૂલ ભુલૈયા’, ‘કહાની’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘હમારી અધુરી કહાની’, ‘કહાની2’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.વિદ્યાની અત્યાર સુધીની ફિલ્મી સફર ઘણી સફળ રહી છે. તેને નેશનલ એવોર્ડ (National award)અને 5 ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version