Site icon

Vijay antony daughter suicide: પ્રખ્યાત તમિલ અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટની ની પુત્રીએ કરી આત્મહત્યા, ઘરમાં મળી લટકતી લાશ

Vijay antony daughter suicide: વિજય એન્ટની ની પુત્રી મીરાએ 19 સપ્ટેમ્બર, મંગળવારે સવારે ચેન્નાઈમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. તેણી 16 વર્ષની હતી.

Vijay antony 16 year old daughter meera commit suicide at their chennai home

Vijay antony 16 year old daughter meera commit suicide at their chennai home

News Continuous Bureau | Mumbai 

Vijay antony daughter suicide: તમિલ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટની ની પુત્રી મીરાનું નિધન થયું છે. મીરાએ 19 સપ્ટેમ્બર, મંગળવારે સવારે ચેન્નાઈમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. તેણી 16 વર્ષની હતી. અહેવાલો અનુસાર, તેણી સવારે 3 વાગ્યે પરિવારના ચેન્નાઈના ઘરે મૃત મળી આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તે તણાવમાં હતી અને તેના માટે તેની સારવાર ચાલી રહી હતી. વિજય અને તેના પરિવારે હજુ સુધી આ હ્રદયદ્રાવક ઘટના અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

Join Our WhatsApp Community

 

વિજય ની દીકરી એ કરી આત્મહત્યા 

અહેવાલો અનુસાર, મીરાનો મૃતદેહ મંગળવારે સવારે ચેન્નાઈના ટેનામ્પેટ વિસ્તારમાં તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. દાવા મુજબ, મીરા શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી તે આ વર્ષે 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. માહિતી અનુસાર, તે લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત હતી. જેની તેના પરિવારની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી રહી હતી. જો કે,  હજુ સુધી મીરાના મૃત્યુના મામલામાં તેના તણાવની બાબતને સમર્થન મળ્યું નથી. પોલીસ અધિકારીઓ તેમના મૃત્યુની તપાસ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

તમિલ ઇન્ડસ્ટ્રી નો જાણીતો એક્ટર છે વિજય 

તમને જણાવી દઈએ કે વિજય એન્ટની તમિલ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. અભિનેતા હોવા ઉપરાંત, તે લોકપ્રિય સંગીતકાર અને નિર્માતા, સંપાદક અને દિગ્દર્શક પણ છે. જ્યારે તેની પત્નીનું નામ ફાતિમા છે અને વિજયને બે દીકરીઓ મીરા અને લારા છે. હાલમાં મીરાના ગયા બાદ પરિવારમાં શોકનો માહોલ છે અને દરેક આઘાતમાં છે.

આ સમાચાર પણ વાંચો : Zareen khan: સલમાન ખાન ની એક્ટ્રેસ ઝરીન ખાન વિરુદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, અભિનેત્રી પર લાગ્યો આ આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version