News Continuous Bureau | Mumbai
Vijay devarakonda: સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના એકબીજા ને ડેટ કરવા ને લઈને ચર્ચામા હતા. હવે બીજા એક કારણસર બંને ચર્ચામાં આવ્યા છે. તાજેતર માં એવા સમાચાર વહેતા થયા હતા કે વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંડન્ના સગાઇ કરવાના છે. અને ત્યારબાદ ફેબ્રુઆરી માં લગ્ન પણ કરવાના છે હવે આ બધા સમાચારો પર વિજય દેવરાકોંડા એ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો : Aishwarya sharma: શું તારક મહેતા માં દયા ભાભી બનીને આવશે બિગ બોસ 17 ની આ સ્પર્ધક? ફેન્સે મેકર્સ ને કરી મોટી માંગ
વિજય દેવરાકોંડા એ આપી પ્રતિક્રિયા
મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ માં વિજય દેવરાકોંડા એ અભિનેત્રી રશ્મિકા સાથે ડેટિંગ અને સગાઈની ચર્ચાને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. અભિનેતાએ કહ્યું કે તે ફેબ્રુઆરીમાં ન તો સગાઈ કરી રહ્યો છે અને ન તો લગ્ન કરી રહ્યો છે. વિજય દેવરાકોંડા એ વધુમાં કહ્યું, ‘મને લાગે છે કે પ્રેસ (મીડિયા) ઈચ્છે છે કે હું દર બે વર્ષે લગ્ન કરું. હું દર વર્ષે આ અફવા સાંભળું છું. પ્રેસ ફક્ત મારા લગ્નની રાહ જોઈ રહી છે.’
