News Continuous Bureau | Mumbai
Vijay Rashmika Wedding Cost: સાઉથ સિનેમાના સૌથી લોકપ્રિય કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એ ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતમાં લગ્ન કરીને ફેન્સને મોટી સરપ્રાઈઝ આપી છે. ઉદયપુરમાં અત્યંત ખાનગી રીતે લગ્ન કર્યા બાદ આ કપલે હૈદરાબાદમાં એક ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. આ રોયલ વેડિંગમાં થયેલા ખર્ચ અને જ્વેલરીના આંકડાઓ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : YRKKH Promo: અરમાન-અભિરાના ફરી થશે લગ્ન! વિદ્યાના પાપનો ઘડો ફૂટશે અને મેહરનો અહંકાર થશે ચકનાચૂર; પોદ્દાર હાઉસમાં આવશે મોટું તોફાન
૩ કિલો સોનાની જ્વેલરી અને ૧૨ કરોડનો ખર્ચ
રિપોર્ટ મુજબ, વિજય અને રશ્મિકાના લગ્નનો અંદાજિત ખર્ચ ૧૨ કરોડ રૂપિયા થયો છે. લગ્નની તસવીરોમાં જે બાબતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે હતી તેમની હેવી ગોલ્ડ જ્વેલરી. અહેવાલોનું માનીએ તો, આ કપલે કુલ ૩ કિલો સોનાની જ્વેલરી પહેરી હતી, જેમાંથી ૨ કિલો રશ્મિકાની અને ૧ કિલો વિજયની જ્વેલરી હતી. જોકે, કેટલાક અહેવાલોમાં આ ખર્ચ ૨૦ કરોડ સુધી પહોંચ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
રસપ્રદ વાત એ છે કે, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા આ કપલને તેમના લગ્નનું શૂટિંગ સ્ટ્રીમ કરવા માટે ૬૦ કરોડ રૂપિયા ની મોટી ઓફર આપવામાં આવી હતી. પરંતુ વિજય અને રશ્મિકાએ પોતાના અંગત પળોને વેચવાને બદલે આ ડીલ ઠુકરાવી દીધી હતી. તેમણે આ લગ્નને ‘ધ વેડિંગ ઓફ વિરોશ’ નામ આપ્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)