News Continuous Bureau | Mumbai
Vijay deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ ઇન્ડસ્ટ્રી માં મોટું નામ છે. વિજય એ તેની કારકિર્દી માં ઘણી હિટ ફિલ્મો આપી છે. વિજય દેવરાકોંડા પોતાની આગામી ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ ના પ્રમોશન માટે વ્યસ્ત છે અને તે મીડિયા ને ઇન્ટરવ્યુ પણ આપે છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના પ્રથમ એવોર્ડ સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજયે ખુલાસો કર્યો કે તેણે તેના અભિનય માટે મેળવેલ પ્રથમ ફિલ્મફેર એવોર્ડની હરાજી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Allu arjun: દેશમાં જ નહીં વિદેશમાં પણ વાગ્યો સાઉથ સુપરસ્ટાર ના નામ નો ડંકો,અલ્લુ અર્જુન ને તેના જન્મદિવસ પેહલા જ મળી મોટી ગિફ્ટ
વિજય દેવરાકોંડા એ કર્યો ખુલાસો
વિજય દેવરાકોંડા એ ફિલ્મ ‘પેલ્લી ચોપુલુ’ થી અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ તેને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’, માં તેના અભિનય માટે એવોર્ડ મળ્યો હતો. તાજેતર માં વિજયે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના પ્રથમ ફિલ્મફેર વિશે વાત કરતા જણાવ્યું કે, ‘એવોર્ડ ની હરાજી કર્યા બાદ મને મળેલા પૈસા મેં દાનમાં આપ્યા અને તે મારા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ યાદોમાંની એક હતી. આ એવોર્ડમાંથી મળેલી 25 લાખ રૂપિયાની રકમ મેં મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં દાનમાં આપી દીધી હતી.’ આ ઉપરાંત વિજય દેવરાકોંડા એ વધુમાં જણાવ્યું કે,’કેટલાક એવોર્ડ મારી ઓફિસમાં છે, કેટલાક મારી માતાએ ઘરે રાખ્યા હશે. મને ખબર નથી કે કયું મારું છે, કયું આનંદ (વિજયના ભાઈ)નું છે. હું કેટલાક આપું છું, તેમાંથી એક મેં સંદીપ રેડ્ડી વાંગાને આપ્યો હતો. અમે ફિલ્મફેર તરફથી મારા પ્રથમ શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડની હરાજી કરી. આનાથી સારી રકમ મળી, તે મારા માટે મારા ઘરના પથ્થરના ટુકડા કરતાં વધુ સારી યાદ છે.’
