Site icon

Vijay deverakonda: વિજય દેવરાકોંડા એ તેના વિશે અશ્લીલ સમાચાર ફેલાવનાર વિરુદ્ધ નોંધાવી FIR, હૈદરાબાદ પોલીસે કરી આ કાર્યવાહી

Vijay deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ ઇન્ડસ્ટ્રી માં મોટું નામ છે.હાલમાંએક વ્યક્તિએ વિજય દેવરાકોંડા વિશે ખોટી અને અયોગ્ય માહિતી ફેલાવી હતી, જેના સંબંધમાં અભિનેતાની ટીમે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. હવે હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કડક કાર્યવાહી કરી છે.

vijay deverakonda lodged fir against those spreading obscene news hyderabad police take action

vijay deverakonda lodged fir against those spreading obscene news hyderabad police take action

News Continuous Bureau | Mumbai

 Vijay deverakonda: સાઉથ નો હેન્ડસમ હન્ક વિજય દેવરાકોંડા તેની લવલાઈફ અને ફિલ્મો ને કારણે ચર્ચા માં રહે છે. આ વખતે તે ફિલ્મો કે લવલાઈફ ને કારણે નહીં પરંતુ તેના વિશે ખોટી માહિતી અને અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાને કારણે ચર્ચામાં છે. હાલમાં એક વ્યક્તિએ વિજય દેવરાકોંડા વિશે ખોટી અને અયોગ્ય માહિતી ફેલાવી હતી, જેના સંબંધમાં અભિનેતાની ટીમે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. હવે હૈદરાબાદ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કડક કાર્યવાહી કરી છે.      

Join Our WhatsApp Community

 

વિજય દેવરાકોંડા ના કેસ માં સાયબર ક્રાઇમે કરી કાર્યવાહી 

વાત એમ છે કે, થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ વિજય દેવરાકોંડાની ફિલ્મો સાથે જોડાયેલા અશ્લીલ સમાચાર ફેલાવ્યા હતા. અનંતપુરના વેંકટ કિરણે યુટ્યુબ ચેનલ સિનેપોલિસ પર વિજય દેવરકોંડાનું અપમાન કરતી ભ્રામક માહિતી શેર કરી હતી. જ્યારે અશ્લીલ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા, ત્યારે વિજયની ટીમે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી.વિજય દેવેરાકોંડાની ટીમે જણાવ્યું કે, ‘થોડા દિવસો પહેલા આ વ્યક્તિએ વિજય અને અન્ય અભિનેત્રી સાથે જોડાયેલા અશ્લીલ સમાચાર ફેલાવ્યા હતા. અપમાનજનક સમાચાર તેમના ધ્યાન પર આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેઓએ સંડોવાયેલા વ્યક્તિને શોધી કાઢ્યો અને કાઉન્સેલિંગ કર્યા બાદ અને વીડિયો ડિલીટ કર્યા પછી તેને જવા દીધો.’ વિજય ની ટીમે વધુ માં જણાવ્યું કે, ‘હૈદરાબાદમાં કેસ નંબર 2590/2023 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાવ્યાના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને શહેરમાં લાવવામાં આવ્યો હતો.’

આ સમાચાર પણ વાંચો : Khushi kapoor Ibrahim ali khan: ખુશી કપૂર સાથે રોમાન્સ કરશે ઇબ્રાહિમ અલી ખાન! આ મોટા ફિલ્મ મેકર ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ માં જામશે સ્ટારકિડ ની જોડી

તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડા અને અભિનેત્રી રશ્મિકા મંદન્નાની ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. સમાચાર છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

 

 

TRP Report Week 43: ‘અનુપમા’એ જાળવી લીધી ટોચની ગાદી, પરંતુ ‘તુલસી’એ આપી કડક ટક્કર! જાણો ટોપ 5માં કયા શોઝ છે
120 Bahadur Trailer Release: ‘120 બહાદુર’નું ટ્રેલર જોયું? દર્શકો બોલ્યા – ‘બ્લોકબસ્ટરની તૈયારી!’ જુઓ અહીં.
Rashmika Mandanna and Vijay Deverakonda: ફાઇનલી કન્ફર્મ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા ની લગ્ન ની તારીખ નો થયો ખુલાસો, ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ!
Neil Bhatt and Aishwarya Sharma: મનોરંજન જગતમાં મોટો આંચકો,નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માએ છૂટાછેડાની અરજી કરી, ચાર વર્ષના લગ્નજીવનનો અંત!
Exit mobile version