News Continuous Bureau | Mumbai
Vijay and Rashmika: સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંડન્ના અને વિજય દેવરાકોંડા ના ડેટિંગ ના સમાચાર ઘણા વખત થી ચર્ચામાં છે. જોકે બંને સ્ટાર્સે આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.જોકે વિજય અને રશ્મિકા ને ઘણીવાર સાથે વેકેશન માનવતા અને બીજા ઘણા પ્રસંગો માં સાથે જોવા મળ્યા છે. દરમિયાન હવે એવા સમાચાર આવી રહ્યા છે કે વિજય ટૂંક સમયમાં જ રશ્મિકા સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે.
વિજય અને રશ્મિકા કરશે સગાઇ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના ના ડેટિંગ ના સમાચાર ચર્ચામાં છે હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિજય અને રશ્મિકા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સગાઈ કરશે. તેમની સગાઈની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા અને વિજય બંને લગ્ન માટે તૈયાર છે અને સગાઈ બાદ બંને આ વર્ષે 2024માં લગ્ન પણ કરી શકે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્ના એ બે ફિલ્મો ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’માં સાથે કામ કર્યું છે. આ બંને ફિલ્મો માં લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Tiger 3 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ટાઇગર 3, જાણો કયા પ્લેટફોર્મ પર અને ક્યારે જોઈ શકશો સલમાન ખાન ની ફિલ્મ