શું ખરેખર વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલે નું મૃત્યુ થયું છે? અભિનેતાની દીકરી એ જણાવી હકીકત 

by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

વરિષ્ઠ અભિનેતા વિક્રમ ગોખલે ( Vikram gokhale ) ના નિધનના ( death ) સમાચાર ખોટા (Rumors) છે. જો કે વિક્રમ ગોખલેના મૃત્યુના સમાચાર ગત રાતથી જ ચાલી રહ્યા હતા. જે બાદ ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, હવે સમાચાર આવી રહ્યા છે કે અભિનેતાનું નિધન થયું નથી. તે વેન્ટિલેટર (ventilator) પર છે. આ અંગે તેમની પુત્રીએ જણાવ્યું કે તેઓ લાઈફ સપોર્ટ  પર છે.

શું કહ્યું વિક્રમ ગોખલેની પુત્રીએ ??

વિક્રમ ગોખલેના નિધનના સમાચાર તેમની પુત્રી ( Daughter ) એ એક ન્યૂઝ એજન્સી ને આપ્યા,’ તેઓ હજુ પણ ગંભીર(critical) છે અને લાઇફ સપોર્ટ પર છે. તેમનું નિધન(death) થયું નથી. તેમના માટે પ્રાર્થના કરતા રહો’. તે જ સમયે, અભિનેતાની પત્ની વૃષાલી ગોખલેએ( Vrushali Gokhle) પણ કહ્યું કે તેમનું મૃત્યુ ( Death) થયું નથી. મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ‘તેમણે કહ્યું કે તે ગઈકાલે બપોરે કોમામાં(coma) સરી ગયા હતા. ત્યારથી તેમણે સ્પર્શનો જવાબ આપ્યો ન હતો. તેઓ વેન્ટિલેટર પર છે. કાલે સવારે ડૉક્ટર નક્કી કરશે કે શું કરવું.’વૃષાલી ગોખલેએ જણાવ્યું કે તેમના પતિ વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં છે. તેણે જણાવ્યું કે જો કે તેની તબિયત પહેલા સુધરી હતી, પરંતુ પછી તબિયત બગડી. તેને હૃદય અને કિડની( heart and kidney ) જેવી સમસ્યાઓ છે. તેણે એ  પણ જણાવ્યું કે તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો: ભગવાન રામ-શ્રી કૃષ્ણની કુંડળીમાં હતા આ 5 યોગ, કરોડોમાંથી નસબીદારના યોગમાં જ હોય છે આ યોગ…

વિક્રમ ગોખલે આ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ..

વિક્રમ ગોખલે ( Vikram Gokhale ) એ 26 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચનની( Amitabh Bachchan ) ફિલ્મ ‘પરવાના’થી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો. (Rumors) આ ફિલ્મ વર્ષ 1971માં આવી હતી. આ સિવાય અભિનેતાએ ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘યે રાસ્તે હૈ પ્યાર કે’, ‘મિશન મંગલ’, ‘દિલ સે’, ‘હિચકી’ અને ભૂલ ભુલૈયામાં કામ કર્યું. તે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાના રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. મરાઠી ફિલ્મ અલોવીમાં તેમની સશક્ત અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment