News Continuous Bureau | Mumbai
12th fail: વિધુ વિનોદ ચોપરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 12 મી ફેલ એ દર્શકો ના દિલ જીતી લીધા હતા. ફિલ્મ માં વિક્રાંત મેસી ના અભિનય ના વખાણ પણ થયા હતા. 12 મી ફેલ એ બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. મોટા પડદા પર મળેલી જબરદસ્ત સફળતા બાદ હવે મેકર્સ આ ફિલ્મને OTT પર રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો કેહલો જાણીયે કે વિક્રાંત મેસી ની ફિલ્મ 12 મી ફેલ કયા OTT પર અને ક્યારે રિલીઝ થશે.
12મી ફેલ OTT રિલીઝ
વિક્રાંત મેસી ની ફિલ્મ 12મી ફેલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ડિઝની પ્લસ હોટસ્ટારે આ ફિલ્મના પ્રીમિયરની જાહેરાત કરી છે. ડિઝની પ્લસ હોટસ્ટારે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શેર કરીને તેના કેપ્શનમાં લખ્યું, ‘જો કોઈ ફિલ્મ 2024ની શરૂઆત પહેલા જોવી જોઈએ, તો તે 12મી ફેલ છે, જેનું સ્ટ્રીમિંગ 29 ડિસેમ્બરથી શરૂ થશે.’
View this post on Instagram
વિધુ વિનોદ ચોપરા ની 12મી ફેલ આ વર્ષના ઓક્ટોબર માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ 12મી ફેલ નામની હિન્દી નવલકથાનું ફિલ્મ રૂપાંતરણ છે. આ પુસ્તક અનુરાગ પાઠક દ્વારા લખવામાં આવ્યું છે, જે IPS ઓફિસર મનોજ કુમાર શર્મા અને IRS ઓફિસર શ્રદ્ધા જોશીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી ઉપરાંત મેધા શંકર, અનંત વી જોશી, અંશુમન પુષ્કર અને પ્રિયાંશુ ચેટર્જી પણ મહત્વના રોલમાં છે.
આ સમાચાર પણ વાંચો : Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ