News Continuous Bureau | Mumbai
Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ 12 મી ફેલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ માં તેના અભિનય ના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. તાજેતરમાં જ એકતા કપૂર ની આગામી ફિલ્મ ‘ધ સાબરમતી એક્સપ્રેસ’ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકા ભજવશે. હવે છેલ્લી માહિતી અનુસાર, ‘મુન્નાભાઈ MBBS’, ડંકી જેવી ફિલ્મો બનાવનાર નિર્દેશક રાજકુમાર હીરાની એ તેમની વેબ સિરીઝ માટે વિક્રાંત મેસી નો સંપર્ક કર્યો છે.
વિક્રાંત મેસી ભજવશે રાજકુમાર હીરાની ની વેબ સિરીઝ માં મુખ્ય ભૂમિકા
રાજકુમાર હીરાની વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ એક શીર્ષક વિનાની વેબ સિરીઝ પર કામ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ માં 12મી ફેલ અભિનેતા વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે. આ વેબ સિરીઝ સાયબર ક્રાઈમની આસપાસ ફરે છે. જેમાં વિક્રાંત સાયબર ક્રાઈમ સિક્યોરિટી એક્સપર્ટની ભૂમિકા ભજવશે. આ સિરીઝ નું દિગ્દર્શન આમિર સત્યવીર સિંહે કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ramayan: ફરી એકવાર રામ ભક્તિ માં લીન થવા થઇ જાઓ તૈયાર, વધુ એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે રામાયણ, જાણો ક્યાં જોઈ શકશો રામાનંદ સાગર ની ધારાવાહિક
મીડિયા રિપોર્ટ મુજબ, રાજકુમાર હિરાની એ કહ્યું, “કેટલીક વાર્તાઓને લાંબા ફોર્મેટની જરૂર હોય છે અને તમે તેને ફિલ્મમાં બનાવી શકતા નથી. અમે અત્યારે જે વસ્તુ પર કામ કરી રહ્યા છીએ તે સમાન છે. અમને આ વાર્તા કોવિડના સમયે મળી. હું આ શ્રેણી માટે શોરનર તરીકે કામ કરીશ અને હું આ શોમાં સંપૂર્ણ રીતે સામેલ થઈશ.આ એવી વસ્તુ છે જેનાથી હું ખૂબ જ ખુશ છું કારણ કે હું સ્ક્રિપ્ટ અને તેને જે રીતે આગળ લઈ જવામાં આવી છે તેનાથી હું ઉત્સાહિત છું.”