News Continuous Bureau | Mumbai
Aishwarya Rai Abhishek Bachchan Dance Video: બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન કોઈપણ કાર્યક્રમમાં જાય ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની જતી હોય છે. હાલમાં જ મુંબઈમાં આયોજિત મુદિત અદાણી અને અનન્યા દીવાનજીના લગ્ન સમારોહમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને હાજરી આપી હતી. આ લગ્નનો એક ઇનસાઇડ વીડિયો વાયરલ થયો છે, જેમાં ઐશ્વર્યા તેના એક્સ-બોયફ્રેન્ડ સલમાન ખાનની ૨૦૦૭ની ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’ ના ટાઇટલ ટ્રેક પર ઝૂમતી જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
નીતા અંબાણી સાથે જમાવી મહેફિલ
આ વાયરલ વીડિયોમાં માત્ર બચ્ચન દંપતી જ નહીં, પરંતુ નીતા અંબાણી પણ તેમની સાથે ડાન્સ સ્ટેપ્સ કરતા જોવા મળે છે. નીતા અંબાણી હળવા ગ્રીન કલરના લહેંગામાં અત્યંત સુંદર લાગી રહ્યા હતા, જ્યારે તેમની એનર્જીએ મહેફિલ લૂંટી લીધી હતી. ઐશ્વર્યા અને અભિષેક સાથે મળીને આ ગીત પર જે રીતે ડાન્સ કરી રહ્યા હતા, તે જોઈને ફેન્સ તેમની કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે.
લગ્ન સમારોહ માટે ઐશ્વર્યાએ ડાર્ક બ્લુ કલરનો અનારકલી સૂટ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ગ્રેસફુલ લાગી રહી હતી. બીજી તરફ અભિષેક બચ્ચન બ્લુ સૂટ અને સફેદ પેન્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો હતો. ફેન્સ માટે આ પળ એટલા માટે ખાસ હતી કારણ કે ભાગ્યે જ ઐશ્વર્યા સલમાન ખાનના ગીતો પર આટલી બિન્દાસ રીતે ડાન્સ કરતી જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૫ માર્ચ ૨૦૨૬ના રોજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના લગ્નમાં પણ આ કપલ જોવા મળ્યું હતું. તે સમયે પણ ઐશ્વર્યાના લુકે સોશિયલ મીડિયા પર ઘણી વાહવાહી મેળવી હતી. સતત બે મોટા કાર્યક્રમોમાં સાથે દેખાઈને અભિષેક અને ઐશ્વર્યાએ તેમના અલગ થવાની અફવાઓ પર પણ વિરામ લગાવી દીધો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
