એક સામાન્ય દર્શનાર્થીની પેઠે જમીન પર બેસી ગઈ અનુષ્કા શર્મા. મંદિરમાં શીશ ઝુકાવવા કોહલી સાથે પહોંચી. જુઓ વિડીયો

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. વિરાટ-અનુષ્કાએ વહેલી સવારે મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

by Zalak Parikh
virat kohli anushka sharma visit mahakaleshwar temple ujjain

News Continuous Bureau | Mumbai

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે શનિવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યા હતા. બંનેએ સવારે 4 વાગ્યે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ કોહલીએ મીડિયાને જય મહાકાલ કહ્યું, જ્યારે અનુષ્કાએ કહ્યું કે ભગવાન મહાકાલના આશીર્વાદ લેવાનું ખૂબ જ સારું લાગ્યું. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

અનુષ્કા અને વિરાટે ભસ્મ આરતી માં ભાગ લીધો 

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે શનિવારે વહેલી સવારે મહાકાલ મંદિરની ભસ્મ આરતીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન બંનેએ લગભગ દોઢ કલાક સુધી મંદિરના નંદી હોલમાં બેસીને ભસ્મ આરતીમાં ભગવાનના આશીર્વાદ લીધા હતા. આરતી બાદ બંનેએ મંદિરના ગર્ભગૃહમાં જઈને પંચામૃત પૂજન અભિષેક કર્યો હતો. જ્યારે, વિરાટ અને અનુષ્કા ભક્તિ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં મગ્ન જોવા મળ્યા હતા. વિરાટે તેના ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી અને માથા પર ચંદનનું મોટું ત્રિપુન લગાવ્યું હતું સાથે કોહલી એ ધોતી સોલ પહેર્યું હતું, તે ભગવાન મહાકાલનું ધ્યાન કરતો બેઠો જોવા મળ્યો હતો. જ્યારે અનુષ્કા શર્મા પણ સાડીમાં જોવા મળી હતી.

ઘણા મંદિરો અને આશ્રમો ની લીધી મુલાકાત 

હાલમાં જ વિરાટ અને અનુષ્કા ઘણા મંદિરો અને આશ્રમોની મુલાકાત લેતા જોવા મળ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં પણ બંનેએ વૃંદાવનમાં બે દિવસ વિતાવ્યા હતા. બંને બાબા નીમ કરૌલીના આશ્રમમાં પણ જોવા મળ્યા હતા. બંને આનંદમાઈ આશ્રમની મુલાકાત લીધા બાદ અનેક સંતોને મળ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More