Site icon

વિશાલ દદલાનીએ સારેગામાપાના સેટ પર ઐશ્વર્યા રાય સાથે જોડાયેલો કિસ્સો સંભળાવ્યો, આવી હતી પતિ અભિષેક બચ્ચનની પ્રતિક્રિયા ; જાણો તે કિસ્સા વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

સંગીતકાર વિશાલ દદલાનીએ ખુલાસો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને એકવાર 30 લોકોને ભોજન પીરસ્યું હતું.તેણે કહ્યું કે તે એક પ્રવાસ હતો જ્યારે અભિનેત્રી ઐશ્વર્યાએ તેની સાથે આવેલા તમામ લોકોને ભોજન પીરસ્યું હતું અને તે પછી તે પોતે જમવા બેઠી હતી. વિશાલ દદલાનીએ આ વાત રિયાલિટી શો સારેગામાપાના સ્પેશિયલ એપિસોડના શૂટિંગ દરમિયાન કહી હતી. આ રિયાલિટી શોમાં અભિનેતા અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ તેમની આગામી ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ નું પ્રમોશન કરતા જોવા મળશે. વિશાલ આ રિયાલિટી શોનો જજ છે. જ્યારે, તેને ગાયક આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યા છે.

આદિત્ય નારાયણે અભિષેકને પૂછ્યું કે ‘શું ઐશ્વર્યા ક્યારેય ઘરનું કામ કરે છે?’ આ અંગે વિશાલ દદલાનીએ ખુલાસો કર્યો હતો કે અમે બધા એકવાર ટૂર પર હતા. અમારી સાથે લગભગ 30 લોકોનું મોટું બેન્ડ હતું. એક દિવસ આખી ટીમે શ્રી બચ્ચન સાથે ડિનર કરવાની વિનંતી કરી. જ્યારે અમે હંમેશા શ્રી બચ્ચન સાથે બેસીને ભોજન લેતા હતા. આ વખતે આખું ગ્રુપ ડિનર માટે આવ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારના મેળાવડામાં, અમારી પાસે ઘણાં બધાં સર્વર સાથે બફેટ હોય છે. પરંતુ ઐશ્વર્યાએ આગ્રહ કર્યો કે તે બધાને ભોજન પીરસશે . તેણે કહ્યું કે ઐશ્વર્યા રાયે આ બધું પબ્લિસિટી માટે નહીં પરંતુ પ્રેમથી કર્યું છે. 

અભિષેક બચ્ચને બોલિવૂડમાં ડેબ્યૂ કરવા પર વ્યક્ત કર્યો અફસોસ, તેની પહેલી ફિલ્મ માટે કહી આ વાત; જાણો વિગત

વિશાલે કહ્યું કે અમે ઐશ્વર્યાને ઘણા વર્ષોથી ઓળખીએ છીએ, તે આવી જ  છે. તે દિવસે મને પણ નવાઈ લાગી કારણ કે બધાનું ભોજન પત્યા પછી તેણે મીઠાઈ પીરસી અને પછી પોતે જઈને જમવા બેઠી. તેણે કહ્યું, તે દિવસે અમે બધાએ વિચાર્યું કે અમે વિશ્વના સૌથી નસીબદાર લોકો છીએ કારણ કે ઐશ્વર્યા રાય બચ્ચને અમને ભોજન પીરસ્યું હતું.વિશાલે ઐશ્વર્યા રાયને અદ્ભુત ગણાવી હતી. અભિષેક બચ્ચને કહ્યું કે ઐશ્વર્યા જમીન સાથે જોડાયેલી રહે છે. તે આપણા ભારતીય મૂલ્યોને ચાહે છે અને દીકરીને પણ તે એજ  શીખવી રહી છે.

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version