ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 08 માર્ચ 2022
મંગળવાર
કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં બોલિવૂડ સેલેબ્રીટીસ આવે છે અને તેમની આગામી ફિલ્મોનું પ્રમોશન કરે છે, પરંતુ કપિલ શર્માનો આ શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા અને તેના શોના મેકર્સ પર અમુક આરોપ લગાવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.
I don’t get to decide who should be invited on @KapilSharmaK9 show. It’s his and his producers choice whom he wants to invite. As far as Bollywood is concerned, I’d say what once Mr. Bachchan was quoted saying about Gandhis: वो राजा हैं हम रंक… https://t.co/la8y9FhB6l
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 7, 2022
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ટૂંક સમયમાં કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' લઈને આવી રહ્યા છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે તેમની ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'માં કોઈ મોટો સ્ટાર નથી જેના કારણે તેને કપિલના શોમાં પ્રમોશન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, એક યુઝરે ટ્વિટર પર વિવેકને ટેગ કરીને પૂછ્યું, 'વિવેક સર, આ ફિલ્મને કપિલ શર્માના શોમાં પ્રમોટ કરવાની જરૂર છે. તમે બધાને સહકાર આપ્યો છે.કૃપા કરીને આ ફિલ્મને પણ પ્રમોટ કરો. અમે બધા મિથુન દા અનુપમ ખેરને સાથે જોવા માંગીએ છીએ. આભાર!' આ ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, 'હું નક્કી નથી કરી શકતો કે કપિલ શર્મા શોમાં કોને આમંત્રણ આપવું જોઈએ.તે સંપૂર્ણપણે કપિલ શર્મા અને તેના નિર્માતાઓ પર નિર્ભર છે. જ્યાં સુધી બોલિવૂડની વાત છે, એક વખત શ્રી બચ્ચને ગાંધી પરિવાર માટે કહ્યું હતું – 'વો રાજા હૈ હમ રંક'.
Even I am a fan. But it’s a fact that they refused to call us on their show because there is no big star. In Bollywood non-starter Directors, writers and Good actors are considered as NOBODIES. https://t.co/l4IPSJ8nX4
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 4, 2022
અન્ય એક ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે, 'હું પણ એક પ્રશંસક છું પરંતુ તે હકીકત છે કે તેણે અમને તેના શોમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો કારણ કે ફિલ્મ માં કોઈ મોટો સ્ટાર નથી. બોલિવૂડમાં સ્ટાર સિવાયના દિગ્દર્શકો, લેખકો અને સારા કલાકારોને કોઈ પૂછતું નથી.વિવેકના આ આરોપો પછી ઘણા યુઝર્સે કપિલ શર્મા પર કટાક્ષ કર્યો છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની વાર્તા 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા વિશે છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર, ભાષા સુમ્બલી, ચિન્મય માંડલેકર, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઈક મુખ્ય ભૂમિકામાં છે. તે 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થશે.