Site icon

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણી કરવી મમતા બેનર્જી ને પડી ભારે, વિવેક અગ્નિહોત્રી એ તેમની વિરુદ્ધ માં લીધું આ પગલું

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમની ફિલ્મ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કાનૂની નોટિસ મોકલી છે. મમતા બેનર્જીએ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેતા વિવેકની ફિલ્મ પર પણ નિશાન સાધ્યું હતું.

vivek agnihotri send legal notice to west bengal chief minister mamata banerjee

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણી કરવી મમતા બેનર્જી ને પડી ભારે, વિવેક અગ્નિહોત્રી એ તેમની વિરુદ્ધ માં લીધું આ પગલું

News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે છે. કાશ્મીર ફાઇલ્સ શું છે? તે એક વર્ગને અપમાનિત કરવાનો હતો. ધ કેરળ સ્ટોરી શું છે?… તે એક તોડી મરોડી ને બનાવવામાં આવેલી વાર્તા છે.”

Join Our WhatsApp Community

 

વિવેક અગ્નિહોત્રી એ મોકલી કાનૂની નોટિસ 

સીએમ બેનર્જીના આ નિવેદનો પર પ્રહાર કરતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું, “મેં, અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશી સાથે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમના ખોટા અને અત્યંત બદનક્ષીભર્યા નિવેદનો માટે કાનૂની નોટિસ મોકલી છે અને અમને અમારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અને આગામી ફિલ્મ ધ દિલ્હી ફાઇલ્સને બદનામ કરવાના દૂષિત ઇરાદાથી આપવામાં આવ્યું છે.”તેમની નોટિસમાં, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના નિર્માતાઓએ તેમની ફિલ્મ પર લાગેલા આરોપો ના સીએમ પાસે પુરાવા માંગ્યા છે અથવા અન્યથા આરોપો પાછા ખેંચી લેવા  અને બિનશરતી માફી માંગવા કહ્યું છે. નિર્માતાઓએ કહ્યું છે કે જો તે નિષ્ફળ જશે તો તેઓ તેની પ્રતિષ્ઠાને બદનામ કરવા માટે વધુ કાનૂની કાર્યવાહી કરશે. નોંધપાત્ર વાત એ છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતા વિપુલ શાહે પણ અગાઉ કહ્યું હતું કે તે બંગાળ સરકારના તેના પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય સામે કાનૂની કાર્યવાહી કરશે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ની કમાણી 

વિવાદો વચ્ચે ‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં પચાસ કરોડનો આંકડો પાર કરી લીધો છે. અગાઉ, કાશ્મીર ફાઇલ્સે પણ વિવાદો બાદ ટિકિટ વિન્ડો પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 252.90 કરોડની કમાણી કરી હતી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version