War 2 Box Office Day 12: વોર 2 એ 12 માં દિવસે કરી ફક્ત આટલી જ કમાણી, શું ફ્લોપ ની કેટેગરી માં આવી ઋતિક રોશન અને જુનિયર એન.ટી.આર. ની ફિલ્મ?

War 2 Box Office Day 12: વોર 2 રિલીઝ થયે 12 દિવસ થઇ ગયા છે. લોકો તરફ થી આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મે તેના 12 માં દિવસે ફક્ત 2.25 કરોડ ની જ કમાણી કરી છે.

by Zalak Parikh
War 2 Box Office Day 12 Hrithik-NTR’s Film Crashes on Second Monday, Declared a Flop

News Continuous Bureau | Mumbai

War 2 Box Office Day 12: અયાન મુખર્જી દિગ્દર્શિત ‘વોર 2’  ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત પીટાઈ રહી છે. રિલીઝના 12મા દિવસે ફિલ્મ માત્ર  2.25 કરોડની કમાણી કરી શકી. ફિલ્મમાં ઋતિક રોશન અને જુનિયર એન.ટી.આર.  જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં, ફિલ્મની કમાણી સતત ઘટતી રહી છે. પ્રથમ સપ્તાહમાં  204.25 કરોડની કમાણી બાદ બીજા સપ્તાહમાં આ આંકડો ધીમે ધીમે ઘટતો ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  Bigg Boss 19: બિગ બોસ 19 માં શહબાઝ બદેશાની એન્ટ્રી ન થવાથી ફેન્સ નારાજ, આ સ્પર્ધક ને જણાવ્યા શો ના ટોચના 2 કન્ટેસ્ટન્ટ્સ

વૉર 2 ની કમાણીમાં સતત ઘટાડો

રિપોર્ટ મુજબ ફિલ્મના બીજા સોમવારે માત્ર 2.25 કરોડની કમાણી થઈ, જે અત્યાર સુધીનો સૌથી ઓછો દૈનિક આંકડો છે. પહેલા સપ્તાહમાં ફિલ્મે  204.25 કરોડ કમાયા હતા, જ્યારે 9મા દિવસે  4 કરોડ, 10મા દિવસે  6.5 કરોડ અને 11મા દિવસે 7.25 કરોડની કમાણી થઈ હતી. 12 દિવસની કુલ કમાણી હવે  224.25 કરોડ થઈ છે.


‘વોર 2’  નું બજેટ આશરે  400 થી  450 કરોડ છે. આટલું મોટું રોકાણ છતાં ફિલ્મ પોતાની કિંમત પણ વસૂલ કરી શકી નથી. મિક્સ્ડ રિવ્યૂ અને કમજોર કહાની ના કારણે ફિલ્મે દર્શકોને આકર્ષિત કરી શકી નથી. હવે ફિલ્મને ફ્લોપ જાહેર કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More