War 2: વોર 2 માં થઇ વધુ એક સાઉથ સુપરસ્ટાર ની એન્ટ્રી! રિતિક અને જુનિયર એનટીઆર ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

War 2: વોર 2 ને લઈને ચાહકો ઉત્સાહિત છે આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર એકસાથે જોવા મળશે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં વધુ એક સાઉથ સુપરસ્ટાર ની એન્ટ્રી થઇ છે.

by Zalak Parikh
War 2 dhruva sarja may play negative role in hrithik roshan and jr ntr film

News Continuous Bureau | Mumbai

War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર માં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી આ સાથે જ આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. હવે આ ફિલ્મ નો બીજો ભાગ વોર 2 આવી રહ્યો છે. આ ફિલ્મ માં રિતિક રોશન અને સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર જોવા મળશે. ચાહકો આ વિલ્મ ને લઇને ખુબ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં વધુ એક સાઉથ સુપરસ્ટાર ની એન્ટ્રી થઇ છે. 

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન માટે રવાના થયા પરિવાર ના આ સભ્યો, જુઓ વિડીયો

 

વોર 2 માં થઇ સાઉથ સુપરસ્ટાર ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ વોર 2 માં કન્નડ ફિલ્મ નો સુપરસ્ટાર ધ્રુવા સરાજા નો સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ધ્રુવા સરજા આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. જો ધ્રુવા સરજા આ ફિલ્મ કરશે તો આ ફિલ્મ તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ હશે. મીડિયા રિપોર્ટ મુજબ ધ્રુવા આ ફિલ્મ માં રિતિક રોશન ના ભાઈ ની ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે ધ્રુવા ની કાસ્ટિંગ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa)


મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ વોર 2 માં  રિતિક અને જુનિયર એનટીઆર ઉપરાંત જોન અબ્રાહમ, કિયારા અડવાણી અને શબી આલ્હુવાલિયા પણ જોવા મળશે. આ ઉપરાંત શાહરુખ ખાન અને સલમાન ખાન આ ફિલ્મ માં કેમિયો કરી શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More