News Continuous Bureau | Mumbai
War 2: વોર બાદ વોર 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ને લઈને ચાહકો માં ઘણો ઉત્સાહ છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને જુનિયર એનટીઆર જોવા મળવાના છે. સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર તાજેતરમાં જ યશરાજ ની સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ ‘વોર 2’નું શૂટિંગ શરૂ કરવા મુંબઈ આવ્યો છે., જ્યાં તેને કેટલાક દ્રશ્યો શૂટ કર્યા હતા. હવે ફિલ્મના શૂટિંગને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
#JrNTR just reached to Mumbai to shoot several action sequences for #HrithikRoshan starrer WAR 2💣💥
His personality @tarak9999 😍🐅🔥
Jr NTR will directly join Hrithik Roshan for filming the crucial scene.
pic.twitter.com/RoFwwEn6Qs— 𝙎𝙪𝙧𝙮𝙖 𝙉𝙏𝙍 (@SuryaNTR999) April 11, 2024
વોર 2 માં હશે જબરજસ્ત એક્શન સીન્સ
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં જુનિયર એનટીઆર નો લુક ખાનગી રાખવામાં આવ્યો છે. તેમજ સાઉથ સુપરસ્ટાર એક નવી હેરસ્ટાઈલમાં જોવા મળશે. હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે એરક્રાફ્ટ એક્શન સિક્વન્સ જુનિયર એનટીઆર અને રિતિક રોશન વચ્ચે શૂટ કરવામાં આવશે.તેના માટે યશરાજ ફિલ્મ્સ એ બે ફ્લોર ભાડે રાખ્યા છે પ્રોડક્શન ડિઝાઇનર રજત પોદ્દાર અને તેમની ટીમે એક ફ્લોર પર એરક્રાફ્ટના બાહ્ય ભાગનો વિશાળ સેટ બનાવ્યો છે, જ્યારે બીજા માળે એરક્રાફ્ટના વૈભવી આંતરિકને પ્રતિબિંબિત કરતો બીજો સેટ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વોર 2 નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રી કરી રહી છે મુસીબત નો સામનો, ભાઈના મૃત્યુ બાદ હવે પરિવાર ના આ સદસ્ય ને લઈને પરેશાન છે અભિનેત્રી
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)