ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 નવેમ્બર 2020
નેટફ્લિક્સએ ભારતમાં બે દિવસો સુધી પોતાની સર્વિસ ફ્રી આપવાનુ એલાન કર્યુ છે. કંપનીએ કહ્યું કે આવું Netflix Stream Fest અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. Netflixના આ સ્ટ્રીમ ફેસ્ટ દરમિયાન ભારતમાં કોઇપણ Netflixના પ્રીમિયમ કંટેન્ટને જોઇ શકે છે. તેના માટે કોઇ ચાર્જ ચુકવવાનો નથી. જો કે તેના માટે તમારે ઇમેલ આઇડી અથવા મોબાઈલ નંબર દ્વારા સાઇન ઇન-સાઇન અપ કરવાનુ રહેશે..
આજથી Netflix.co,/streamfest પર જઇને રિમાઇન્ડર સેટ કરી શકો છો, જેથી જેવુ તે લાઇવ થાય તમે ફ્રી Netflix જોઇ શકો છો. કંપનીએ કહ્યું છે કે નેટફ્લિક્સ એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઇઓએસ ડિવાઇસ, ગેમિંગ કંસોલ દરેક જગ્યાએ કંટેન્ટ જોઇ શકશો. આ સ્માર્ટફોનથી ટીવીમાં પણ સ્ક્રીન કરી શકાશે. ભારતમાં Netflix ફ્રી 5- 6 ડિસેમ્બરની રાતે 12.00 વાગ્યા સુધી જોઈ શકાશે.
