waves summit 2025: ઐશ્વર્યા થી લઈને કરીના કપૂર સુધી કરશે ચર્ચા, જાણો આગામી ત્રણ દિવસ WAVES સમિટમાં શું થશે

WAVES Summit 2025: waves summit 2025 મુંબઈમાં 1 મે થી 4 મે સુધી યોજાઈ રહી છે, જેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, ચિરંજીવી, અક્ષય કુમાર, કરણ જોહર, મોહનલાલ, હેમા માલિની, નાગાર્જુન જેવા અનેક મોટા સ્ટાર્સ એ ભાગ લીધો હતો તો ચાલો જાણીયે ગમી ત્રણ દિવસ ના કાર્યક્રમ વિશે

by Zalak Parikh
waves summit 2025 know full schedule themes and all details

News Continuous Bureau | Mumbai

waves summit 2025: WAVES Summit 2025 1 મે ના રોજ મુંબઈ ખાતે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર માં શરૂ થઈ ગઈ છે. આ 4-દિવસીય સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું.જેમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, ચિરંજીવી, અક્ષય કુમાર, કરણ જોહર, મોહનલાલ, હેમા માલિની, નાગાર્જુન જેવા અનેક મોટા સ્ટાર્સ એ ભાગ લીધો હતો તો ચાલો જાણીયે ગમી ત્રણ દિવસ ના કાર્યક્રમ વિશે 

આ સમાચાર પણ વાંચો:  

 WAVES Summit 2025: બીજા દિવસે શું થશે?

2 મે ના રોજ ફિલ્મ અને નવીનતાપર વિવિધ ચર્ચાઓ થશે.

  • “ભવિષ્યના સ્ટુડિયો: ભારતને વૈશ્વિક સ્ટુડિયો નકશા પર લાવવું” – આ સત્રમાં આમીર ખાન, નમિત મલ્હોત્રા, દિનેશ વિજન, અજય બીજલી, ચાર્લ્સ રોવેન અને રિતેશ સિધવાની ભાગ લેશે.
  • “ભારતનું નવીનતા પુનર્જાગરણ” – કિરણ મઝુમદાર શૉ આ સત્રમાં સ્પીકર તરીકે હાજર રહેશે.
  • ‘ભારતીય સંસ્કૃતિને દુનિયા સમક્ષ લઈ જઈએ’ વિષય પર આ સત્રમાં નીતા અંબાણી વક્તા તરીકે હાજર રહેશે.
  • “સિનેમા: દ સોફ્ટ પાવર” – ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર ખાન અને વિજય દેવરકોંડા આ સત્રમાં ભાગ લેશે.

3 અને 4 મે: ડિજિટલ અનુભવ અને માસ્ટરક્લાસ

3 મે અને 4 મે ના રોજ ડિજિટલ અનુભવ અને VFX પર વિશેષ સત્રો યોજાશે.

  • “લાઇવ, ઇમર્સિવ અને ડિજિટલ અનુભવ”– મનોજ બદાલે, વીતા દાની, મેથ્યુ હેડન અને મોનિશ શાહઆ સત્રમાં ભાગ લેશે.
  • “VFX પર માસ્ટરક્લાસ”  – વિન્સ ગેરાર્ડિસ  આ વિષય પર પોતાની વાત રજૂ કરશે.
  • “ભારતીય સિનેમાને પુનઃપરિભાષિત કરવું”  – આમીર ખાન આ વિષય પર સોલો માસ્ટરક્લાસ લેશે.
  • “ઓટીટી અને ટેક્નોલોજી નવીનતા” – નિખિલ આડવાણી, વિક્રમાદિત્ય મોટેવાણી અને સુદીપ શર્મા આ વિષય પર ચર્ચા કરશે.

આ WAVES Summit 2025 ભારતના મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More