News Continuous Bureau | Mumbai
ટેલિવિઝન સીરિયલ્સની લોકપ્રિયતા માપતા ટીઆરપી ચાર્ટમાં આ અઠવાડિયે મોટો ફેરફાર જોવા મળ્યો છે. વર્ષના પાંચમા અઠવાડિયે ‘અનુપમા’ એ પોતાની બાદશાહત ફરી સાબિત કરી છે, જ્યારે ગયા અઠવાડિયે પ્રથમ ક્રમે રહેલી સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ આ વખતે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh Security: રણવીર સિંહના ઘરની સુરક્ષા વધતા સોસાયટીના સભ્યોમાં ફફડાટ: બંદૂકધારી ગાર્ડ્સ જોઈને લોકો ગભરાયા, પરવાનગી વગર તૈનાતી બદલ પોલીસ પાસે માંગ્યો જવાબ
‘અનુપમા’ નંબર-૧ પર પરત ફરી
રુપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ ‘અનુપમા’ એ ૨.૨ રેટિંગ સાથે ફરીથી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ગયા અઠવાડિયે આ શો બીજા ક્રમે હતો. સીરિયલમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાને કારણે પ્રેક્ષકો ફરી આ શો તરફ ખેંચાયા છે. ઉલ્લેખનીય છે કે, આ જ અઠવાડિયે રુપાલી ગાંગુલીએ પોતાના પતિ સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી પણ કરી છે.સ્મૃતિ ઈરાનીના મુખ્ય રોલવાળી સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ આ અઠવાડિયે ૨.૧ રેટિંગ સાથે બીજા સ્થાને રહી છે. ગયા અઠવાડિયે આ શો ટોપ પર હતો. બીજી તરફ, પ્રિયંકા ચાહર ચૌધરીની સીરિયલ ‘નાગિન ૭’ ૧.૯ રેટિંગ સાથે ત્રીજા સ્થાને અડિખમ છે. એકતા કપૂરના આ સુપરનેચરલ શોને ફેન્સનો સતત પ્રેમ મળી રહ્યો છે.
View this post on Instagram
લિસ્ટમાં ચોથા સ્થાને સીરિયલ ‘વસુધા’ એ ૧.૯ રેટિંગ સાથે એન્ટ્રી કરી છે. પ્રિયા ઠાકુર અને અભિષેક શર્માના આ શોમાં દર્શકોને રસ પડી રહ્યો છે. જ્યારે પાંચમા સ્થાને ‘તુમ સે તુમ તક’ સીરિયલ રહી છે, જેનું રેટિંગ ૧.૮ નોંધાયું છે. નિહારિકા ચોકસે અને શરદ કેલકરના અભિનય છતાં આ શો લિસ્ટમાં સૌથી નીચેના સ્થાને રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)