News Continuous Bureau | Mumbai
Welcome 4: બોલિવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી ‘વેલકમ’ તેના ચોથા ભાગને લઈને ચર્ચામાં છે. સૌથી મોટા સમાચાર એ છે કે, આ ફિલ્મમાં નાના પાટેકર, અનિલ કપૂર અને પરેશ રાવલની ઓરિજિનલ ત્રિપુટી ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. વર્ષ ૨૦૦૭ માં આવેલી પહેલી ફિલ્મમાં ઉદય શેટ્ટી અને મજનૂ ભાઈના પાત્રોએ જે જાદુ ચલાવ્યો હતો, તે ફરી એકવાર ‘વેલકમ 4’ માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
સ્ક્રિપ્ટ પર કામ શરૂ અને નવા ટ્વિસ્ટ
રિપોર્ટ્સ મુજબ, નિર્માતા ફિરોઝ એ. નાડિયાડવાલા અને તેમની રાઈટર્સની ટીમે ‘વેલકમ 4’ ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે વાર્તા એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે ત્રણેય આઇકોનિક પાત્રો કુદરતી રીતે ફિટ થઈ શકે. ફિલ્મમાં અનેક ‘કોમિક ડોન’ જોવા મળશે અને તેમાં હ્યુમર, ગ્લેમર અને એક્શનનો ભરપૂર તડકો હશે. મેકર્સ આ ફિલ્મ માટે અન્ય મોટા કલાકારો સાથે પણ વાતચીત કરી રહ્યા છે.
In times of chaos, some news just feels… right. The OG madness – Nana, Anil & Paresh – the heartbeat of the Welcome universe are back. And no one does madness with that much brilliance.
So happy to see the boys back where they belong. #Welcome4— Suniel Shetty (@SunielVShetty) March 8, 2026
આ સમાચાર પર અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું, “અરાજકતાના સમયમાં કેટલાક સમાચાર એકદમ સાચા લાગે છે. ‘વેલકમ યુનિવર્સ’ ના ધબકારા – નાના, અનિલ અને પરેશ પાછા આવી ગયા છે. આટલી પ્રતિભા સાથે પાગલપન બીજું કોઈ ન કરી શકે. આ ત્રણેયને તેમની સાચી જગ્યાએ જોઈને ખૂબ આનંદ થયો.”ચોથા ભાગની ચર્ચા વચ્ચે ત્રીજો ભાગ એટલે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ તૈયાર થઈ રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવીના ટંડન, દિશા પાટની અને જેકી શ્રોફ સહિત ૩૦ થી વધુ કલાકારો જોવા મળશે. આ ફિલ્મ ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જ્યારે ‘વેલકમ 4’ વર્ષ ૨૦૨૭ માં રિલીઝ થાય તેવી શક્યતા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
