ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ રેખા ના લગ્ન થવાના હતા તેવા સમાચાર નું કટીંગ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સ્ટાર ન્યુઝ પેપરમાં ૧૯૮૫માં એક લેખ છાપવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રેખા અને ઈમરાન ખાનના લગ્ન થવાના છે. રેખા અને ઇમરાનખાન ૧૯૮૫માં એપ્રિલ મહિનામાં લગભગ એક મહિના સુધી એકબીજાની સાથે ફરી રહ્યા હતા. આટલું જ નહીં તેઓ મુંબઇના દરિયા કાંઠે અને નાઇટ ક્લબમાં પણ સાથે દેખાયા હતા. એવું કહેવામાં આવે છે કે રેખા ની કુંડળી પણ તેમના પરિવારજનોએ જ્યોતિષને દેખાડી હતી. પરંતુ મેળ ખાધો નહીં.
વિકટ સમયે આ રાજ્ય ચોખ્ખું કહી દીધું કે અમે બીજા રાજ્યની ઓક્સિજન નહી આપીએ..
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ના પરવીન બાબી અને શબાના આઝમી સાથે પણ નજીકના સંબંધ રહ્યા છે. જોગી ઇમરાન ખાન લગ્ન ના મામલે લકી નથી. અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચૂક્યો છે અને બધા લગ્ન વિવાદમાં ફસાયા છે.
તો શું ઇમરાન ખાન અને અભિનેત્રી રેખા ના લગ્ન થવાના હતા? આજથી ૩૬ વર્ષ પહેલા અખબારમાં છપાયેલો લેખ વાયરલ થયો#Pakistan #ImranKhan #Bollywood #REKHA @ImranKhanPTI pic.twitter.com/7sAPeMRPRV
— news continuous (@NewsContinuous) May 11, 2021