Shahrukh Khan Routine: કેમેરા વગર કંઈક આવું હોય છે શાહરુખ ખાન નું રૂટિન, કિંગ ખાન એ જણાવી તેના ઘર પર ની દિનચર્યા

Shahrukh Khan Routine: શાહરુખ ખાને તાજેતર માં WAVES Summit 2025 માં હાજરી આપી હતી આ દરમિયાન તેને તેના ઘર પર ની દિનચર્યા વિશે ખુલાસો કર્યો હતો

by Zalak Parikh
what shahrukh khan do in free time

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan Routine: શાહરુખ ખાને તાજેતર માં WAVES Summit 2025 માં હાજરી આપી હતી. જોવા જઈએ તો  શાહરુખ ખાન લગભગ હંમેશા કૅમેરાની સામે રહે છે, પણ જયારે તે ઘર પર હોય અને કોઇ કામ ન હોય, તો તે શું કરે છે? જેનો જવાબ શાહરુખ ખાને WAVES Summit 2025 ઇવેન્ટ દરમિયાન આપ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો: Hip Hop India Season 2: ‘હિપ હોપ ઈન્ડિયા સિઝન 2’ ના મંચ પર મલાઈકા અરોરા અને રાજકુમાર રાવ ના ડાન્સ મૂવ્સ એ લગાવી આગ,વિડીયો થયો વાયરલ

શાહરુખ ખાન ઘરે હોય ત્યારે તેની દિનચર્યા 

મુંબઈમાં આયોજિત WAVES કાર્યક્રમ દરમિયાન, શાહરુખ ખાન એ ખૂબ મજેદાર જવાબ આપતાં કહ્યું, “ખરેખર કરણ, તને આ ખબર હોવી જોઈએ, દીપિકાને પણ આ ખબર હોવી જોઈએ. મારા નજીકના મિત્રો જેમને હું ખૂબ પ્રેમ કરું છું તેમણે પણ આ જોયું હશે. હું કંઈ કરતો નથી. મેં આ પહેલેથી જ કહ્યું છે, મારા પિતાએ મને શીખવ્યું છે. જે કંઈ કરતા નથી, તેઓ અજાયબીઓ કરે છે. તેથી હું કંઈ કરતો નથી મિત્ર. હું… હું ખરેખર કંઈ કરતો નથી.”

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


પોતાની વાત ને આગળ વધારતા શાહરુખ એ કહ્યું “હું ઘરકામ કરું છું. જો ઘર સાફ થઈ રહ્યું હોય અને મારી પત્ની મને તે રૂમ સાફ કરવાનું કહે, તો હું તે કરું છું. અને આ વાત એકદમ સાચી છે. જો મારો દીકરો કહે કે મારી નોટબુકમાં કવર નથી, તો આજકાલ નોટબુક પણ ઉપલબ્ધ નથી. અથવા જો તમે કૃપા કરીને મારા આઈપેડને થોડું અપડેટ કરો, તો હું તે કરું છું. હું ખૂબ નાના કામ કરું છું. અથવા હું કંઈ જ કરતો નથી.” આ ઉપરાંત શાહરુખે કહ્યું કે જ્યારે તે ફિલ્મ ના શૂટિંગમાં વ્યસ્ત ન હોય, ત્યારે તે ક્યારેક ધ્યાન પણ કરે છે. તે પોતાના મિત્રો ને ખુશ રાખે છે, પોતાના બાળકો સાથે રમે છે અને પરિવાર સાથે સમય પસાર કરે છે.શાહરુખે જણાવ્યું કે તે એટલા કામ કરતો નથી કે તેને સતત સ્ટ્રેસ ફીલ થાય. તે વધારે વિચાર કરવાથી દૂર રહે છે અને ઘરના સાધારણ કામોમાં મગ્ન રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More