જ્યારે રેખા માટે અમિતાભ બચ્ચને એક વ્યક્તિને માર્યો હતો માર, કારણ જાણીને તમને થશે આશ્ચર્ય!

તમે ફિલ્મો માં અમિતાભ બચ્ચન ને રેખા માટે લડતા જોયા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1977 માં અમિતાભ બચ્ચને કથિત રીતે રેખા માટે એક વ્યક્તિને માર માર્યો હતો. રેખાની બાયોગ્રાફી 'રેખા - ધ અનટોલ્ડ સ્ટોરી'માં આ વાર્તાનો ઉલ્લેખ છે.

by Zalak Parikh
when amitabh bachchan beat a man for rekha

News Continuous Bureau | Mumbai

ભારતીય સિનેમાના મેગા સ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચન અને રેખા સાથે જોડાયેલી ઘણી વાતો તમે વાંચી અને સાંભળી હશે. ઘણી ફિલ્મોમાં તમે બંનેને એકબીજાને પ્રેમ કરતા અને એકબીજા માટે લડતા જોયા હશે. એક સમયે લોકો તેમની ફિલ્મો જ નહીં પરંતુ આ જોડીને પણ ખૂબ પસંદ કરતા હતા. ક્રેઝની હદ એટલી હતી કે તેમને લગતા દરેક સમાચાર હેડલાઈન્સ બની જતા હતા. એવા જ એક સમાચાર ફરી સામે આવ્યા છે જ્યારે અમિતાભ બચ્ચન રેખા માટે લડ્યા હતા.

 

અમિતાભ બચ્ચન -રેખા કરી રહ્યા હતા ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’ નું શૂટિંગ 

યાસિર ઉસ્માને લખેલા પુસ્તક ‘રેખા – ધ અનટોલ્ડ સ્ટોરી’ મુજબ અમિતાભ અને રેખા જયપુરમાં ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’નું શૂટિંગ કરી રહ્યા હતા. કહેવાય છે કે તે સમયે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.પુસ્તક અનુસાર, આ શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચને એક વ્યક્તિને ખૂબ માર માર્યો હતો. જ્યારે પણ હીરો અને હિરોઈન શૂટિંગ માટે પહોંચે છે ત્યારે તેમને જોવાની ઈચ્છા લોકોની અંદર રહે છે. આવી સ્થિતિમાં જ્યારે ભીડ બેકાબૂ થાય ત્યારે આવા કિસ્સાઓ સામે આવે છે. બરાબર એવું જ શૂટિંગ લોકેશન પર થયું જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના મનપસંદ હીરો હીરોઈન ને જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભીડમાં ઘૂસેલા એક વ્યક્તિએ રેખા પર કથિત રીતે અભદ્ર ટિપ્પણી કરી હતી.

 

આ કારણે અમિતાભ બચ્ચન ને આવ્યો હતો ગુસ્સો 

કહેવાય છે કે ઘણી વખત સમજાવ્યા બાદ પણ વ્યક્તિ સતત કોમેન્ટ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં શૂટિંગ યુનિટે તેને ઘણી વખત ચેતવણી પણ આપી હતી. પરંતુ જ્યારે તે ચૂપ ન રહ્યા, ત્યારે અમિતાભ બચ્ચનનો ગુસ્સો વધી ગયો. પછી શું હતું,અભિનેતા એ આગળ પાછળ જોયા વગર તે વ્યક્તિ ની પીટાઈ કરી નાખી. જો કે, તે વ્યક્તિ અને તે મામલો ત્યાં શાંત થઈ ગયો પરંતુ રેખા અને અમિતાભ વચ્ચેના અફેરના સમાચારને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ. આ સમાચારે એટલી હેડલાઈન્સ બનાવી કે દેશભરમાં બંનેના અફેરની ખૂબ ચર્ચા થઈ. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Join Our WhatsApp Community

You may also like