Site icon

Sanjay Dutt : ઐશ્વર્યા રાય ની સુંદરતા પર મોહી પડ્યો હતો સંજય દત્ત, બોલિવૂડમાં એન્ટ્રી ને લઇ ને અભિનેત્રી ને આપી હતી આ સલાહ

Sanjay Dutt : એકવાર બોલિવૂડ અભિનેતા સંજય દત્તે અભિનેત્રી ઐશ્વર્યા રાયને ફિલ્મોમાં ન આવવાની સલાહ આપી હતી, કારણ કે તે ઈચ્છતો હતો કે તેણી તેની મોડેલિંગ કારકિર્દી ચાલુ રાખે.

when sanjay dutt was bowled over by aishwarya rai beauty

when sanjay dutt was bowled over by aishwarya rai beauty

News Continuous Bureau | Mumbai

Sanjay Dutt : બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ ઐશ્વર્યા રાય બચ્ચન(Aishwarya Rai Bacchan) લગભગ ત્રણ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે, જે પોતાની સુંદરતા(beauty) માટે જાણીતી છે. 1994માં ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ જીતવાથી લઈને બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક બનવા અને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા સુધી, તેની પાસે ઘણી સિદ્ધિઓ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેતા સંજય દત્તે તેને બોલિવૂડથી દૂર રહેવા કહ્યું હતું.

Join Our WhatsApp Community

ઐશ્વર્યા રાય ની સુંદરતા પર મોહી પડ્યો હતો સંજય દત્ત

 એક સમયે બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ ઐશ્વર્યા રાયની સુંદરતાથી આકર્ષાયો(bowled) હતો. વાસ્તવમાં, વર્ષ 1993માં, જ્યારે ઐશ્વર્યા અને સંજય એક મેગેઝીન ફોટોશૂટ માટે મળ્યા હતા, ત્યારે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. ઐશ્વર્યા તે સમયે બી-ટાઉનની સૌથી સફળ મોડલ્સમાંથી એક હતી અને ત્યાં સુધી તેણે ફિલ્મોમાં એન્ટ્રી(bollywood entry) કરી ન હતી. જોકે, સંજયે અભિનેત્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાની અને મોડલિંગમાં પોતાની કારકિર્દી ચાલુ રાખવાની સલાહ આપી હતી.સંજયે કહ્યું કે તેણે ઐશ્વર્યાને આમિર ખાન સાથે સોફ્ટ ડ્રિંકની એડમાં જોઈ હતી અને તેને સંજના નામથી ઓળખતો હતો.ફોટોશૂટમાં સંજયે કહ્યું કે તે ઐશ્વર્યાની સુંદરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેને ઈમ્પ્રેસ કરવા માંગતો હતો. તે તેનો ફોન નંબર પણ મેળવવા માંગતો હતો. પરંતુ તેની બહેનોએ તેને કડક સૂચના આપી હતી કે તે આવું કામ ન કરે. તે ઐશ્વર્યાને ફૂલ પણ નહીં મોકલે.તે જ સમયે, સંજયે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે જ્યારે ઐશ્વર્યા રસ્તા પર જતી હતી, ત્યારે તેને જોવા માટે ટ્રાફિક જામ થઈ જતો હતો. પરંતુ જો મેં તેમના માટે કંઈક કર્યું હોત તો મારા નામે વિવાદો થયા હોત.’

આ સમાચાર પણ વાંચો : Hair Care: તમારા વાળ માટે કેમ આટલું જરૂરી છે હેર સ્પા? કારણ જાણીને તમે પણ ચોક્કસથી કરાવશો..

ઐશ્વર્યા રાયની પહેલી ફિલ્મ

ઐશ્વર્યા રાયે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ઓફર મળી રહી હતી, પરંતુ તે તેને લેવા માટે ઉત્સાહિત નહોતી. તેણીને આમિર ખાનની સામે ‘રાજા હિન્દુસ્તાની’ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણીએ તેને નકારી કાઢી હતી અને તેના બદલે મણિરત્નમની દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ ‘ઇરુવર’ પસંદ કરી હતી, જે 1997માં રિલીઝ થઈ હતી. પાછળથી તે જ વર્ષે તેણે બોબી દેઓલની સામે હિન્દી ફિલ્મ ઔર પ્યાર હો ગયા થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું.

 

Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા
The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો
Exit mobile version