આફ્રિકાના પહાડોમાં મોતના મુખમાંથી બચી હતી તારક મહેતા ની આ અભિનેત્રી-એક્ટ્રેસે ખુદ જણાવી હતી પોતાની આપવીતી

 News Continuous Bureau | Mumbai

ફેમસ ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) બબીતા ​​જીનો રોલ કરીને ફેમસ બનેલી એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun dutta) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. મુનમુનને ફરવાનો, નવી જગ્યા જોવાનો ખુબ શોખ છે. મુનમુન ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે પોતાનો અનુભવ શેર કરતી રહે છે. પ્રવાસની શોખીન મુનમુન સાથે એકવાર એવું કંઈક થયું કે તે મૃત્યુના મુખમાંથી બચી ગઈ. તેણે પોતે આ સ્ટોરી સોશિયલ મીડિયા (social media) પર શેર કરી હતી.




મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે તાંઝાનિયાના (Tanzania) કિલીમંજારો પર્વત (Kilimanjaro mountain) પર ચઢી રહી હતી, જે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે. અહીં બે દિવસ સુધી ચડ્યા પછી ક્લોસ્ટ્રોફોબિયા (clostrophobia) કારણે તેને રોકવું પડ્યું.મુનમુને આ પોસ્ટમાં લખ્યું,હતું કે ‘હું ગ્રુપમાં શારીરિક અને માનસિક રીતે સૌથી મજબૂત (strong) વ્યક્તિ હતી. મને ખબર હતી કે હું સમય પહેલા પહાડની ટોચ પર પહોંચી જઈશ. પરંતુ તમે ક્યારેય દરેક વસ્તુ માટે તૈયાર થઈ શકતા નથી અને મારા કિસ્સામાં ક્લોસ્ટ્રોફોબિયા ખૂબ જ છે, જેને મેં ચડતા પહેલા અવગણ્યું હતું, પરંતુ પર્વતોએ  મને સમજાવ્યું.

આ સમાચાર પણ વાંચો: આજે સૂર્ય કરશે રાશિ પરિવર્તન, કર્ક-તુલા સહિત આ 4 રાશિઓને થશે લાભ

મુનમુને જણાવ્યું કે પર્વતના ઘેરા અંધકાર થી તેને ક્લોસ્ટ્રોફોબિયા (clostrophobia) થયો અને તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. તેણીએ જણાવ્યું કે છેલ્લી રાત્રે તે તેના તંબુની બહાર લગભગ બેહોશ (unconscious) થઈ ગઈ હતી અને પછી તેણે નક્કી કર્યું કે તે ચઢવાનું બંધ કરશે. આ પોસ્ટમાં પોતાની ટીમનો આભાર માનતા તેણે લખ્યું, ‘હું મારી ટીમ નો આભારી છું જેણે મને આ મૃત્યુના અનુભવમાંથી બચાવી.’ મુનમુને જણાવ્યું કે 5 ડિગ્રી તાપમાનવાળી ઠંડીની રાત્રે, તેમની ટીમે તેની બેગ પેક કરી અને લગભગ એક કલાક સુધી તેની સાથે તે જગ્યાએ ચાલ્યા, જ્યાંથી કાર તેને પહાડો પરથી નીચે ઉતારી શકતી હતી. આ પોસ્ટમાં મુનમુને આગળ લખ્યું કે જ્યારે હું ક્લોસ્ટ્રોફોબિયા નો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈશ, ત્યારે હું કિલીમંજારો  (kilimanjaro mountain) પરત ફરીશ.’ તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. મુનમુન દત્તાના ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન એટલે કે લગભગ 32 લાખ ફોલોઅર્સ છે.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!