News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેત્રી ઝીનત અમાન તેની પેઢીની સૌથી સફળ અભિનેત્રીઓ અને મોડેલોમાંની એક રહી છે. 19 વર્ષની ઉંમરે, તે 1970માં ‘મિસ એશિયા પેસિફિક પેજન્ટ’ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. સુંદર અભિનેત્રીનો જન્મ 19 નવેમ્બર 1951ના રોજ મુસ્લિમ પિતા અને મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ માતા વર્ધિની કર્વસ્તેને ત્યાં થયો હતો. તેણીને બાળપણથી જ નૃત્ય અને સિનેમામાં રસ હતો, કારણ કે તેના પિતા અમાનુલ્લા ખાન પટકથા લેખક હતા અને ઝીનત પણ પ્રખ્યાત અભિનેતા રઝા મુરાદ ની પિતરાઈ બહેન હતી જો કે ઝીનત અમાનનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સાથે જોડાયેલું હતું, પરંતુ ઝીનતની સૌથી વધુ ચર્ચા સંજય ખાન સાથે થઈ હતી..
ઝીનતે સંજય ખાન સાથે કર્યા હતા ગુપ્ત રીતે લગ્ન
અભિનેત્રી ઝીનત અમાન સંજય ખાનને ખૂબ પ્રેમ કરતી હતી. તે સંજયના પ્રેમમાં એટલી પાગલ હતી કે તેણે વર્ષ 1978માં અભિનેતા સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે સંજય ખાન પહેલાથી જ પરિણીત હતો અને તેના ચાર બાળકો પણ હતા. સંજયે તેની પહેલી પત્નીને છૂટાછેડા લીધા વિના અભિનેત્રી સાથે લગ્ન કર્યા.
સંજય ખાને માર્યો હતો ઝીનત ને માર
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ સંજય ખાને ઝીનતને તેની ફિલ્મ ‘અબ્દુલ્લા’ માટે એક ગીત ફરીથી શૂટ કરવા કહ્યું હતું. પરંતુ અભિનેત્રીએ પહેલાથી જ અન્ય નિર્દેશકોને તારીખો આપી દીધી હતી, જેના કારણે તેણે ફરીથી ગીત શૂટ કરવાનો ઇનકાર કર્યો હતો. ઝીનતના ઇનકાર પર સંજય ખાન અત્યંત ગુસ્સે થયા અને અભિનેત્રી પર અન્ય ફિલ્મ નિર્માતાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ લગાવ્યો.જ્યારે ઝીનતને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ અને આમંત્રણ આપ્યા વિના જ સંજય ખાનની પાર્ટીમાં ગઈ. આ દરમિયાન સંજય અને ઝીનત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ એક્ટર ઝીનત અમાનને એક રૂમમાં લઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દિવસે સંજય ખાને તેની પહેલી પત્ની સાથે મળીને એક્ટ્રેસ ઝીનત અમાનને ખરાબ રીતે મારી હતી, આ દરમિયાન હોટેલ સ્ટાફે એક્ટ્રેસને બચાવી હતી. સંજય ખાને મારેલ આ મારમાં ઝીનતને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું જડબું પણ તૂટી ગયું હતું. આ ઘટના બાદ ઝીનતે સંજય ખાનથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને તેના પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવ્યો હતો.
ઝીનત અમાને કર્યા હતા મઝહર ખાન સાથે લગ્ન
અભિનેતા સંજય ખાન સાથેના છુટા થયાપછી, ઝીનત અમાનને અભિનેતા મઝહર ખાનની સાથે સાંત્વના મળી. બંનેએ 1985માં લગ્ન કર્યા અને તેમને બે પુત્રો અઝાન ખાન અને જહાં ખાન છે. જો કે, ઝીનતે 1998 માં, મઝહરના મૃત્યુના થોડા સમય પહેલા, વધુ પડતા ભાવનાત્મક ઉથલપાથલને કારણે મઝહરથી અલગ થવાનું નક્કી કર્યું. ઝીનત અમાને 1971માં ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’થી અભિનયની શરૂઆત કરી હતી.