Site icon

ક્યાં છે સીઆઈડીના સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત-ચાહકોએ તેના કમબેક પર આપી આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

કેટલાક કલાકાર માત્ર એક્ટિંગ જ નથી કરતા પરંતુ પોતાની અદભૂત એક્ટિંગને કારણે લોકોના દિલો પર રાજ કરે છે. આવું જ એક કિરદાર એટલે સીઆઈડી સીરિયલના સીનિયર ઈન્સ્પેક્ટર અભિજિત. સીઆઈડી(CID) દેશમાં સૌથી લાંબો સમય ચાલેલા શોમાંથી એક છે. જેમાં ઈન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા આદિત્ય શ્રીવાસ્તવ(Aditya Shrivastav) નિભાવી રહ્યા છે. ૫૯ વર્ષના આદિત્ય શ્રીવાસ્તવ વિશે કેટલીક વાતો તમે નહીં જાણતા હો. હાલ તેઓ શું કરે છે?, શું કામ કરે છે? આદિત્ય શ્રીવાસ્તવને તેમના સાચા નામથી કદાચ કોઈ ઓળખતું નહીં હોય, પરંતુ બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો ઈન્સ્પેક્ટર અભિજીત (inspector Abhijeet)તરીકે તમને વધારે ઓળખે છે. 

Join Our WhatsApp Community

સોની ટીવીના શો સીઆઇડી માં તેમણે માત્ર ઈન્સ્પેક્ટરની ભૂમિકા જ ભજવી ન હતી, પરંતુ લોકોના દિલો પર આ પાત્રથી રાજ પણ કર્યું છે. કદાચ આ જ કારણ છે કે લોકો આજે પણ તેમને સીઆઇડી ના ઇન્સ્પેક્ટર(CID inspector) તરીકે જ યાદ કરે છે. સીઆઇડી નો પહેલો એપિસોડ ૧૯૯૮માં અને છેલ્લો ૨૦૧૮માં પ્રસારિત થયો હતો. આદિત્ય એટલે કે અભિજિત માત્ર ટેલિવિઝન કલાકાર જ નથી, પરંતુ તેમણે બોલિવૂડની અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. યુપીના પ્રયાગરાજમાં(Prayagraj) ૧૯૬૮માં જન્મેલા આદિત્યએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લાંબી સફર કાપી છે. પરંતુ તેમને અસલી ઓળખ સીઆઇડી  સીરિયલથી જ મળી હતી. સીઆઇડી ના પત્યા પછી, આદિત્ય ૨૦૨૧માં તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરૂબા’માં કિશોર રાવતની ભૂમિકા ભજવતા જાેવા મળ્યા હતા. તો  આદિત્યના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે બોલે ચૂડિયાં ફિલ્મમાં પણ જાેવા મળશે. આજના આધુનિક યુગમાં દરેક નાના-મોટા કલાકાર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જાેવા મળે છે. ત્યાં આદિત્ય શ્રીવાસ્તવે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામ(Instagram) પર કોઈ પોસ્ટ શેર કરી નથી. અને તેના કારણે તેમના લેટેસ્ટ પ્રોજેક્ટ વિશે પણ કોઈ માહિતી સામે આવતી નથી. ગયા વર્ષે જુલાઈમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે સીઆઇડી ની બીજી સીઝનનો ઉલ્લેખ ચોક્કસ કર્યો હતો, પરંતુ તે પછી શો વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી. 

આ સમાચાર પણ વાંચો: પત્ની એ એક્ટર પતિને તેની કો-એક્ટ્રેસ સાથે રંગે હાથો પકડી પડ્યા- એક્ટરની પત્નીએ અભિનેત્રીને જાહેરમાં માર મારતો વિડીયો થયો વાયરલ

આદિત્યએ બેન્ડિટ ક્વીન, સત્ય, દિલ સે, સાથિયા, લક્ષ્ય, બ્લેક ફ્રાઈડે, ગુલાલ અને મોહનદાસ જેવી ફિલ્મોમાં તેમની અભિનય કુશળતા બતાવી છે. સીઆઇડી  ઉપરાંત તેમણે રાત હોને કો હૈ, અદાલત, રિશ્તે, સ્ટાર સેઇલર, ૯ મલબાર હિલ, યે શાદી કેનોટ હેપન, વ્યોમકેશ બક્ષી અને કવિ કાલિદાસ જેવા શોમાં પણ કામ કર્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આદિત્ય જલ્દી જ ચાહકોની ઈચ્છાઓ પૂરી કરશે અને ટીવી પર કમબેક (comeback)કરીને બધાને મોટું સરપ્રાઈઝ આપશે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version