Malaika Arora Harsh Mehta: મલાઈકા અરોરાને ફરી મળ્યો પ્રેમ? અર્જુન સાથેના બ્રેકઅપ બાદ હવે કરોડપતિ બિઝનેસમેન સાથે જોડાયું નામ; જાણો કોણ છે હર્ષ મહેતા

Malaika Arora Harsh Mehta: ઈટાલીમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન ના ફોટા થયા વાયરલ; હીરાના વેપારી સાથે મલાઈકાના નવા સંબંધોની જોરદાર ચર્ચા

by Zalak Parikh
Who is Harsh Mehta? Malaika Arora Reportedly Dating 33-Year-Old Millionaire Businessman After Breakup with Arjun Kapoor

News Continuous Bureau | Mumbai

Malaika Arora Harsh Mehta: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતા વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર સાથેના લાંબા સંબંધો અને બ્રેકઅપ બાદ હવે મલાઈકાનું નામ એક નવા વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે. અહેવાલો મુજબ, મલાઈકા તેના કરતા 19 વર્ષ નાના હર્ષ મહેતા ને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ બંનેની તસવીરો વાયરલ થયા બાદ ફેન્સમાં કુતૂહલ જાગ્યું છે કે આખરે આ હર્ષ મહેતા કોણ છે? હર્ષ મહેતા  એક જાણીતા ડાયમંડ મર્ચન્ટ એટલે કે હીરાના વેપારી છે. 33 વર્ષીય હર્ષ ‘સેંકસ મેનેજમેન્ટ’ ના મેનેજિંગ ડિરેક્ટર છે અને કરોડોની સંપત્તિના માલિક છે. જોકે તેમની ચોક્કસ નેટવર્થ વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ બિઝનેસ જગતમાં તેમનું મોટું નામ છે. મલાઈકા અને હર્ષના સંબંધોની અટકળો ત્યારે તેજ થઈ જ્યારે બંનેને ઈટાલીમાં વેકેશન માણતા જોવામાં આવ્યા.

આ સમાચાર પણ વાંચો : Shakira India Tour: ભારત પર ચઢશે શકીરાનો ફીવર! મુંબઈ અને દિલ્હીમાં યોજાશે પોપ સ્ટારનો ભવ્ય કોન્સર્ટ; જાણો ટિકિટના ભાવ અને તારીખ

ઈટાલીમાં વેલેન્ટાઈન ડે અને વાયરલ સેલ્ફી  

 તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં મલાઈકા અને હર્ષ ઈટાલીના પ્રખ્યાત ટ્રેવી ફાઉન્ટેન પાસે જોવા મળી રહ્યા છે. બ્લેક ટ્રેન્ચ કોટમાં સજ્જ મલાઈકા હર્ષ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. આ ફોટા વાયરલ થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો. હર્ષ ગ્રે જેકેટમાં અત્યંત સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ પહેલીવાર નથી જ્યારે બંને સાથે જોવા મળ્યા હોય. આ પહેલા 29 ઓક્ટોબરના રોજ એનરિક ઈગ્લેસિયસના લાઈવ કોન્સર્ટ માં પણ મલાઈકા અને હર્ષ મહેતા એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. સતત એકબીજા સાથે જોવા મળવાના કારણે અને સોશિયલ મીડિયા ગતિવિધિઓને લીધે બોલિવૂડના ગલીયારાઓમાં તેમના અફેર ની ચર્ચાઓએ જોર પકડ્યું છે.મલાઈકા અરોરાએ અગાઉ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. અરબાઝ સાથે છૂટાછેડા લીધા બાદ મલાઈકા ઘણા વર્ષો સુધી અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં હતી. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. હવે 52 વર્ષીય મલાઈકા ફરી એકવાર પોતાના કરતા નાની ઉંમરના હર્ષ મહેતાના પ્રેમમાં હોવાનું જણાતા ફેન્સ મિશ્ર પ્રતિસાદ  આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More