Site icon

Krish Pathak: કોણ છે કૃષ પાઠક જેને સારા ખાન સાથે કર્યા છે લગ્ન, રામાનંદ સાગર ની રામાયણ ના લક્ષ્મણ સાથે છે ખાસ સંબંધ

Krish Pathak: ટીવી અભિનેત્રી સારા ખાન અને કૃષ પાઠકે 6 ઓક્ટોબરે ખાનગી સમારંભમાં લગ્ન કર્યા, બંને એ રજીસ્ટર મેરેજ કર્યા છે તો ચાલો જાણીયે જાણો કોણ છે કૃષ?

Who is Krish Pathak? Ramayan Fame Sunil Lahri’s Son Marries Actress Sara Khan in Court Ceremony

Who is Krish Pathak? Ramayan Fame Sunil Lahri’s Son Marries Actress Sara Khan in Court Ceremony

News Continuous Bureau | Mumbai

Krish Pathak: ટીવી જગતની જાણીતી અભિનેત્રી સારા ખાને 6 ઓક્ટોબર, 2025ના રોજ અભિનેતા કૃષ પાઠક સાથે કોર્ટ મેરેજ કર્યા છે. કૃષ, રામાનંદ સાગર ની ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ કરનારા સુનીલ લહરી ના પુત્ર છે. બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. સારા અને કૃષે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આ ખુશખબરી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Soha Ali Khan: અમૃતા સિંહ સાથેના સંબંધ પર સોહા અલી ખાને કર્યો ખુલાસો, એક્સ ભાભી વિશે કહી આવી વાત

કોણ છે કૃષ પાઠક?

કૃષ પાઠક એક અભિનેતા છે અને તેમણે 2016માં ‘POW: બંદી યુદ્ધ કે’થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સુનીલ લહરીના પુત્ર છે, જેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. કૃષે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ માત્ર 9 મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તેમની માતાએ તેમને એકલે હાથે પાળ્યો હતો. કૃષે જણાવ્યું કે “મેં ક્યારેય લગ્ન કરવા વિશે વિચાર્યું નહોતું કારણ કે મારી પરવરિશ એકલી માતા સાથે થઈ હતી. પરંતુ જ્યારે હું સારાને મળ્યો, બધું બદલાઈ ગયું.” સારા કહે છે કે “જ્યારે અમે સાથે રહેવા લાગ્યા, ત્યારે મને કૃષ મારા પતિ જેવો લાગતો હતો. કોર્ટ મેરેજનો અનુભવ ખૂબ ખાસ રહ્યો.”


સારા ખાને 2007માં ‘સપના બાબુલ કા… બિદાઈ’થી અભિનય કરિયર શરૂ કર્યો હતો. તે ‘સસુરાલ સિમર કા’, ‘પ્રીત સે બધી ડોરી’, ‘ભાગ્યલક્ષ્મી’ જેવા શોમાં જોવા મળી છે. તે ‘Bigg Boss 4’ અને ‘Nach Baliye 6’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લઈ ચુકી  છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version