ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ થોડા સમયમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જે કિરદાર દેખાડવામાં આવી રહ્યો છે તે વાસ્તવિક જીવનમાં હતો. આ વાત શરૂ થાય છે ગુજરાત થી. જ્યાં એક વેપારી ની દીકરી તેના પિતાની કંપનીમાં કામ કરતાં એકાઉન્ટન્ટ ના પ્રેમમાં પડે છે. આ છોકરી ના ઘણા મોટા સપના હોય છે. પોતાના પરિવારથી બગાવત કરીને તે એકાઉન્ટન્ટ સાથે ભાગી જાય છે. પરંતુ એકાઉન્ટન્ટએ ખરાબ વ્યક્તિ હોય છે. તેણે ગંગુબાઈ ને માત્ર પાંચસો રૂપિયામાં કમાઠીપુરા ના વેશ્યા વાડા માં વેચી નાખી. ત્યારથી ગંગુબાઈ એક વેશ્યા બની ગઈ.પરંતુ આ ગુજરાતણે વેશ્યા વાડા માં પણ કંઈક એવું કર્યું જે આજ દિવસ સુધી કોઈએ નથી કર્યું. તેણે મુંબઈના જે તે સમયના ડોન કરીમ લાલાને રાખડી બાંધી. ત્યારબાદ તેની પર દુષ્કર્મ ગુજારનાર વ્યક્તિ સાથે બદલો લીધો. સમયની સાથે ગંગુબાઈ વેશ્યાવાડા ની માલણ બની ગઈ. ત્યારબાદ તેણે વેશ્યા વાળામાં એવી સ્ત્રીને સ્થાન ન આપ્યું જે પોતાની મરજીથી ત્યાં ન હોય. આ ઉપરાંત દક્ષિણ મુંબઈ થી કમાઠીપુરા વેશ્યા વાળો બંધ કરવા માટે તેણે મોટી ચળવળ શરૂ કરી. આ સ્ત્રી નું કામ એટલું સારું હતું કે તે ત્યાંના લોકો માટે આદર્શરૂપ બની ગઈ. આજે કમાઠીપુરામાં રસ્તે તેનું પુતળું છે. ગંગુબાઈ કાઠિયાવાડી ના સાચા જીવનની વાર્તા પહેલીવાર મોટા પડદા પર આવી રહી છે.
