Site icon

શું તમને ખબર છે સાચા જીવનમાં ગંગુબાઈ કાઠિયાવાડી કોણ હતી? આ ગુજરાતી સ્ત્રી વેશ્યા હતી. પરંતુ દક્ષિણ મુંબઈમાં તેનું પુતળું લાગેલું છે. જાણો તેની સાચી જીવન કહાની…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 ફેબ્રુઆરી 2021

આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ થોડા સમયમાં થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જે કિરદાર દેખાડવામાં આવી રહ્યો છે તે વાસ્તવિક જીવનમાં હતો. આ વાત શરૂ થાય છે ગુજરાત થી. જ્યાં એક વેપારી ની દીકરી તેના પિતાની કંપનીમાં કામ કરતાં એકાઉન્ટન્ટ ના પ્રેમમાં પડે છે. આ છોકરી ના ઘણા મોટા સપના હોય છે. પોતાના પરિવારથી બગાવત કરીને તે એકાઉન્ટન્ટ સાથે ભાગી જાય છે. પરંતુ એકાઉન્ટન્ટએ ખરાબ વ્યક્તિ હોય છે. તેણે ગંગુબાઈ ને માત્ર પાંચસો રૂપિયામાં કમાઠીપુરા ના વેશ્યા વાડા માં વેચી નાખી. ત્યારથી ગંગુબાઈ એક વેશ્યા બની ગઈ.પરંતુ આ ગુજરાતણે વેશ્યા વાડા માં પણ કંઈક એવું કર્યું જે આજ દિવસ સુધી કોઈએ નથી કર્યું. તેણે મુંબઈના જે તે સમયના ડોન કરીમ લાલાને રાખડી બાંધી. ત્યારબાદ તેની પર દુષ્કર્મ ગુજારનાર વ્યક્તિ સાથે બદલો લીધો. સમયની સાથે ગંગુબાઈ વેશ્યાવાડા ની માલણ બની ગઈ. ત્યારબાદ તેણે વેશ્યા વાળામાં એવી સ્ત્રીને સ્થાન ન આપ્યું જે પોતાની મરજીથી ત્યાં ન હોય. આ ઉપરાંત દક્ષિણ મુંબઈ થી કમાઠીપુરા વેશ્યા વાળો બંધ કરવા માટે તેણે મોટી ચળવળ શરૂ કરી. આ સ્ત્રી નું કામ એટલું સારું હતું કે તે ત્યાંના લોકો માટે આદર્શરૂપ બની ગઈ. આજે કમાઠીપુરામાં રસ્તે તેનું પુતળું છે. ગંગુબાઈ કાઠિયાવાડી ના સાચા જીવનની વાર્તા પહેલીવાર મોટા પડદા પર આવી રહી છે.

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version